Header Ads

Navsari: અહીં તળાવમાં વારંવાર લાગે છે આગ, પાણીને બદલે અહીં ભર્યો છે કચરો!

Sagar Solanki, Navsari: બહુજન સુખાય બહુજન હિતાયના ઊદેશ્ય સાથે કામ કરતી નગરપાલિકાનો તળાવ લિંકીંગ પ્રોજેક્ટ અટવાઈ પડ્યો છે. શહેરના તળાવો શહેરીજનોની પાણી તરસ છીપાવે છે પરંતુ શહેરને 22 દિવસ ચાલે એટલુ જ પાણી સંગ્રહ થાય છે. વધુ પાણી સંગ્રહ કરવા માટે તળાવો જોડવા વર્ષો અગાઉ તળાવો જોડવા પ્રોજેક્ટ હાથ ધરાયો છે, પરંતુ કામ અટકી પડતા રાજકારણ ગરમાયુ છે.

શહેરમા 40 વર્ષ પહેલા બનેલુ દુધિયા તળાવ નવસારીની 3 લાખની વસ્તીની મીઠા પાણીની તરસ છીપાવે છે.  પરંતુ સમયાંતરે વસ્તી વધતા દુધિયા તળાવનુ પાણી માત્ર 22 દિવસ ચાલે એટલુ જ સંગ્રહ થાય છે. જેને લઈ પાલિકાએ શહેરની વસ્તીને ધ્યાને રાખી આગોતરુ આયોજન કરી બે મહિના ચાલી શકે એટલુ પાણી સંગ્રહ કરવાની દિશામા તળાવ જોડવાના પ્રોજેક્ટની શરુઆત કરી છે. બે વર્ષ પહેલા લીંકીંગ તળાવ પ્રોજેક્ટ માટે 5 કરોડ જેટલી મોટી રકમનો અંદાજ લગાવવામા આવ્યો હતો પરંતુ આજ સુધી માત્ર બે જ તળાવો જોડવાની કામગીરી થઈ શકી છે ટાટા તળાવ,દુધિયા તળાવ અને શરબતીયા તળાવ તથા નવસારી પશ્ચિમ વિભાગમા દેસાઈ તળાવ અને થાણા તળાવો જોડવાની કામગીરી કરવામા આવનાર હતી પરંતુ કામ અટકી પડતા પાલિકાનુ રાજકારણ ગરમાયુ છે.

નવસારી શહેરમા બે તળાવો આવેલા છે જેમા દુધિયા અને દેસાઈ તળાવ તેમનુ પાણી શહેરમા વિતરીત કરવામા આવે છે બંને તળાવોનુ પાણી 22 દિવસ ચાલે છે વર્ષો પહેલા પહેલા તળાવો જોડવા માટે એસ્ટીમેટ નક્કી કરવામા આવ્યુ હતુ પરંતુ કામ અટકી પડ્યુ છે.ઊકાઈ ડેમના રોટેશન પ્રમાણે દુધિયા તળાવ સુધી કેનાલ વાટે પાણી લાવી શહેરીજનોની તરસ છીપવવામા આવે છે જેમા પાલિકાએ વસ્તી વધતા લાંબા ગાળે પાણી ધટ સર્જાય છે જેને ધ્યાને રાખી તળાવો જોડવાની કામગીરી તો શરુ કરી છે પરંતુ કામગીરી અટકી પડતા જનહિતમા મહ્ત્વનો ગણાતો પ્રોજેક્ટ અટવાઈ પડતા પાલિકાના રાજકારણમા ચર્ચાઓ જાગી છે અને શાસકો નીતિ સામે સવાલો ઊભા થયા છે.

તળાવમાં કેમ વારંવાર આગ લાગે છે ?

નવસારી શહેરમાં હાલ પાણીનો કાપ ફરીથી મુકાયો છે. ત્યારે અધૂરા તળાવ લીંકીંગના પ્રોજેક્ટ તો ક્યાંક બાકી તળાવ બ્યુટીફીકેશનની પડતર કામગીરીનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. નવસારીના વિજલપોર ખાતે આવેલું ડોલી તળાવની જાળવણી વર્ષોથી કરવામાં આવતી નથી જેના કારણે કીમતી ગણાતું તળાવ ગંદકી ફેલાવી રહ્યું છે પાલિકા તંત્ર દ્વારા ધ્યાન ન આપવાના કારણે તળાવના કિનારે કચરો પણ ફેલાવવામાં આવે છે અને કચરામાં વારંવાર આગ પણ લાગે છે. મહત્વનું છે કે આં તળાવ પાણી નો સંગ્રહ કરવા માટે મહત્વનું ગણાતું હોવા છતાં પાલિકા તંત્ર ધ્યાન ન આપતું હોવાના કારણે તળાવની હાલત બતર થઈ છે અને ગંદકી ફેલાવી રહ્યું છે. શાસકોની પ્રબળ નેતાગીરી હોવા છતાં અહીંની નગર પાલિકાઓ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી શકી નથી નવસારી વીજલાપોર બન્યા ને 2 વર્ષ વીતી ગયા પણ હજી સુધી તળાવઓના વિકાસ માટે કોઈ કામો થયા નથી.

નવસારી નગરની રચના થઈ ત્યારથી ગાયકવાડ રાજાએ નવસારી નું સુકાન સાંભળ્યું હતું અને જેતે સમયની વસ્તી ના આધારે નગરનું ભૌગોલિક માળખું રચવામાં આવ્યું છે જે વાતને વર્ષો વીતી ગયા પણ નગરપાલિકાએ કઈ વિશેષ કામગીરી આંખે ઉડીને વળગે એવી કરી શક્યા નથી છેલ્લા કેટલાક વર્ષ થી રાજ્ય સરકાર નવસારી વિજલપોર પાલિકામાં દર વર્ષે બજેટ ને ધ્યાને લઈને કરોડો રૂપિયા સુએઝ પ્લાન્ટ માટે મોકલી રહી છે પરંતુ અહીંના શાશકો ની અણઆવડત ના કારણે રાજ્ય સરકાર નો નેમ જળવાઈ રહ્યો નથી જેના કારણે નવસારી શહેર અને જિલ્લાની અન્ય પાલિકાઓ માં થી નીકળતો ધનકચરો ગંદકી નું કારણ બન્યું છે.

શહેરીજનોના આરોગ્યની જાળવણી એ પાલિકાના શાસકોની પ્રથમ જવાબદારી છે પરંતુ જિલ્લાની ત્રણેવ નગરપાલિકાના શાસકો ગંદા પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી શક્યા નથી જેના કારણે શહેરીજનોનુ આરોગ્ય જોખમાયુ છે જનહિતના કામો કરવાની વાતો કરતા પાલિકાના શાસકોના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે ત્યારે રોગચાળો ન ફેલાય તેના માટે પાલિકાના સાવચેતીના પગલા લે તે જરુરી બની ગયુ છે.

First published:

Tags: Local 18, નવસારી, પાણી

Powered by Blogger.