બનાસકાંઠા જિલ્લાનું ડીસાએ બટાટા નગરી તરીકે ઓળખાય છે અને અહીં વર્ષે અઢી કરોડ કટ્ટા બટાટાનું ઉત્પાદન થાય છે. આ ડીસાના બટાટામાંથી ચિપ્સ સહિત બટાટાની અનેક વાનગીઓ બનાવતી અનેક મલ્ટિનેશનલ કંપનીઓ અહીંથી બટાટાની ખરીદી કરે છે.બનાસકાંઠા જિલ્લામાં 2004-5માં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારે ખેતીની શરૂઆત કરાઈ હતી. જેમાં શરૂઆતમાં અમુક ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારે ખેતીની શરૂઆત કરી હતી.
બનાસકાંઠામાં 40 હજાર એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી
સમગ્ર ગુજરાતમાં 80 થી 85 હજાર એકરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી થાય છે.જેમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં 40 હજાર એકરમાં ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરી રહ્યા છે. છેલ્લા 17 વર્ષથી અનેક કંપનીઓએ અહીંના ખેડૂતો સાથે કરાર કર્યા છે અને કરાર મુજબ ખેતી કરાવી બટાટા ખરીદે છે. જ્યારે ખેડૂત પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કરે ત્યારે બટાટાના ભાવ નક્કી કરે છે.તેનાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે અને કંપનીને પણ ફાયદો થાય છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
કારણકે આમ જો ખેડૂતો બટાટાનું વાવેતર કરી બજારમાં વેચે તો અમુક સમયે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. તેમજ ખેડૂતોને પોતાના બટાટાનું પેમેન્ટ પણ જલ્દી મળતું નથી અને ખેડૂતોને અન્ય ખેતી કરવા પણ મુશ્કેલી સર્જાતી હોય છે.પરંતુ મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે બાલાજી વેફર્સ,પેપ્સીકો, આઇફેનફૂડ્સ,ઇસ્કોન બાલાજી,મકૈંન જેવી નેશનલ અને મલ્ટિનેશનલ કંપનીઓ ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં બટાટાનું વાવેતર કરે ત્યારે જ તેના ભાવ નક્કી થઈ જાય છે.
સારા ભાવે ખેડૂતો પાસેથી બટાટા ખરીદી પ્રોસેસ કરી દેશ અને વિદેશમાં સપ્લાય કરે છે. તેમજ ખેડૂતોને પહેલાથી બટાટાનો ભાવ નક્કી થવાથી ખેડૂતોને કોઈ નુકસાન થતું નથી. પોતાના બટાટાના જે ભાવ નક્કી કર્યા હોય તેનું પેમેન્ટ પણ જલ્દી મળી જાય છે.જેથી દિવસેને દિવસે ખેડૂતો અલગ અલગ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી સારી આવક મેળવી રહ્યા છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગના અનેક ફાયદા છે, જાણો
ડીસા તાલુકામાં અંદાજીત 400 જેટલા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરે છે. દરેક કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખુશ છે કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતાં ખેડૂતોને કંપની તેમના ખેતર સુધી બિયારણ પહોંચાડે છે.જ્યારે માલ તૈયાર થઈ જાય ત્યારે કંપની પોતે જ ખેતરમાંથી માલ લઈ જાય છે. જેથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચી જાય છે આ સિવાય તેમને બટાકાની ખરીદી કર્યા બાદ 15 દિવસમાં તેમના ખાતામાં પૈસા જમા કરાવી દે છે.
ખેડૂતોએ સ્થાનિક વેપારીઓને માલ વેચ્યા બાદ ઉઘરાણી માટે ધક્કા ખાવા પડતા નથી. આ સિવાય ખેતરમાં વાવેતર કર્યા બાદ કંપની સતત કન્સલ્ટિંગ કરતી હોય છે. ખેડૂત સમયાંતરે યોગ્ય ખાતર, દવા નખી સારું ઉત્પાદન મેળવી શકે છે.જેથી તેમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરતા તેમને ખૂબ ફાયદો થઈ રહ્યો છે. અન્ય ખેડૂતો પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારે ખેતી કરે તો સારો ફાયદો થઈ શકે તેમ ડીસા બટાટા કોલ્ડસ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફુલચંદભાઈ કચ્છવાએ જણાવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskanatha, Farmers News, Local 18