- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- A Fire Broke Out In A Shop In Ahmedabad’s Pankor, In The Ongoing Fire, The Fire Brigade Recovered The Cash In The Temple Of Rs. Removed Two Lakhs
અમદાવાદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં પાનકોર નાકા નજીક બિસ્કીટ ગલીમાં એક દુકાનમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. નેતરની બાસ્કેટના ટોપલા બનાવતી દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં દુકાનમાં બે લાખ રૂપિયા રોકડા પડ્યા હતા. ચાલુ આગમાં ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક મંદિરનું ખાનામાંથી કાઢી અને પોલીસની હાજરીમાં માલિકને સોંપ્યા હતા. આમ ફાયર બ્રિગેડએ દુકાન માલિકનું થતું નુકસાન પણ બચાવી લીધું હતું.
ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે પાનકોર નાકા પાસે આવેલી બિસ્કીટ ગલીમાં એક દુકાનમાં આગ લાગી છે જેથી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી જોકે પાનકોરનાકા વિસ્તારમાં વાહનોના પાર્કિંગના કારણે અને લારીઓના દબાણના કારણે એટલો ટ્રાફિક થઈ ગયો હતો કે ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં જલ્દી પહોંચી શકી નથી છતાં પણ જેમ તેમ કરી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમને બોલાવી અને ત્યાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને થોડા સમયમાં જ કાબુમાં લઈ લેવામાં આવી હતી.
આગ લાગવાની ઘટના બની હતી અને ફાયર બ્રિગેડના જવાનો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ચાલુ આગમાં માલિકે ફાયર ઓફીસરને કીધું હતું કે દુકાનમાં મારા રોકડા રૂપિયા મંદિરમાં નીચે ખાનામાં મૂકેલા છે. જેથી ફાયર બ્રિગેડના જવાનોએ ચાલુ આગમાં દુકાનમાં જઈ મંદિરનું ખાનું લઈ આવ્યા અને પોલીસની હાજરી માં ફાયર ઓફિસરે અંદાજીત બે લાખ માલિકને પરત કર્યા હતા. આમ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચાલુ આગમાં જીવન જોખમે અંદર જઇ માલિકને થતું નુકસાન પણ બચાવી લીધું હતું