અલગ-અલગ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા
આવા કોઈ આયોજન માટે પહેલીવાર કોઈ પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, 3500 સ્વંયસેવકો સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. 600 એકરમાં પથરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં સુરક્ષા વ્યવસ્થા અલગ-અલગ લેયરમાં કરવામાં આવી રહી છે. અહીં સલામતી વ્યવસ્થા સાથે સંકળાયેલા નિર્મળ સિંહ રાણા જેઓ સ્વયંસેવક દળમાં સલામતી વિભાગમાં હાલ સેવા આપી રહ્યા છે, તેઓ જણાવે છે કે તેમના વિભાગમાં 3500 સ્વયંસેવકો, બીજા લીડર ત્રણ મુખ્ય વિભાગ અને 12 સંતોની ટીમ છે. સ્વયંસેવકોમાં દરેક ક્ષેત્રમાંથી તાલુકામાં સિલેક્ટેડ યુવકો સુરક્ષા માટે આવે છે. 6 મહિનાથી તાલીમ લીધા બાદ અહીં સેવામાં લાગેલા છે અને 35 દિવસ માટે સેવામાં છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં IIT ખડગપુરમાં ભણેલો યુવાન ટોયલેટ સાફ કરવાની સેવા આપે છે!
ક્રાઉડ કંટ્રોલ, ફ્લો કંટ્રોલની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી
તેમની કામગીરીની વાત કરવામાં આવે તો સલામતીમાં બધા જ બહારગામથી આવતા લોકોના ઉતારાથી માંડી તેમના સામાન સહિત રોજ સાડા 500 બસો આવે છે. તેમના સામાન બસમાં મુકી નગરમાં મહોત્સવમાં જાય છે. તે ઉપરાંત રાત્રે 10થી 12 હજાર વાહનો પાર્ક થાય તેની પેટ્રોલિંગ યુનિટ નગરમાં આવતા લોકોનું ક્રાઉડ કંટ્રોલ, ફ્લો કંટ્રોલ, અસામાજિક તત્વો મોબાઈલની ચોરી ના કરે તેની વ્યવસ્થા સંભાળવાની હોય છે.
સુરક્ષા વ્યવસ્થામાં 1200 મહિલાઓ
આ મહોત્સવમાં 1200 મહિલાઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં લીધા છે, જે મહિલાના ઉતારામાં જઈ ચેક કરી શકે. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટે દરેક જગ્યાએ ફાયર એક્સપર્ટએ પોઈન્ટ નક્કી કર્યા છે. ફાયરને કંટ્રોલ કરવાની તાલીમ આપવામાં આવી છે. તાલીમ પામેલા સ્વયંસેવકોને બંધ ડોમમાં મુકવામાં આવ્યા છે. આખા નગરને સુરક્ષા વ્યવસ્થા માટે અલગ-અલગ ABCDE એમ પાંચ ઝોનમાં મુકવામાં આવ્યું છે. જેથી સુરક્ષા સાથે સંકળાયેલા સ્વંયસેવકો ઝડપથી જેતે સ્થળે પહોંચી શકે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News