28 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી સુધી વર્કશોપ રહેશે
આ વર્લ્ડ ઇનબૉક્સ સંસ્થા દ્વારા 28 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી સુધી ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 15 દિવસમાં વધુમાં વધુ અભ્યાસક્રમ કરાવી અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષામાં પાસ થાય તે દિશામાં પ્રયાસો કરશે.
વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવો અભ્યાસક્રમ કરાવી તેઓને સરકારી ભરતીમાં પાસ થાય અને પૈસાના અભાવે જે વ્યક્તિ ક્લાસ નથી કરી શકતા તેઓને વર્કશોપથી ઘણો ફાયદો મળી રહેશે, તેવો એકમાત્ર હેતુ હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.
તમારા શહેરમાંથી (જુનાગઢ)
સવારે 8 થી 11 સુધી ચાલશે ક્લાસ
આ વર્કશોપમાં પ્રવેશ મેળવવા માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન પ્રોસેસ છે. સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરી અહી પ્રવેશ લઈ શકાશે.
હાલમાં 150 થી વધુ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે 75750 03111 પર સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Education News, Junagadh news, Local 18