Sunday, December 25, 2022

Gir Somnath Ghatwad village cannibal leopard cage filled the people with fear vp – News18 Gujarati

દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના ઘાટવડ ગામેં માનવ લોહીના પ્યાસો બનેલ આદમખોર દીપડો આખરે કેદ થઈ ગયો છે. જો કે આ બાબતે ખેડૂતોનું કહેવું છે કે, ‘અહીં પાંચ દીપડા હતા હજુ 4ની દહેશત છે.’ આશરે ત્રણ દિવસ પહેલા કોડીનારના ઘાટવડ ગામે પોતાના વાડી વિસ્તારમાં રહેતા અંતુંબેન નામના 55 વર્ષીય વૃદ્ધા પાણીના કુંડા નજીક કપડા અથવા વાસણ ધોતા હતા. તે સમયે શેરડીના વાડમાંથી અચાનક દીપડો આવી અંતુંબેનને પોતાના ઝડબામાં ફસાવી શેરડીના વાડમાં ઘસડી જઈ ફાડી ખાધા હતા.

એક દીપડો પકડાયો પણ ચાર હજુ પકડથી બહાર

આથી વન વિભાગે 10 પાંજરા અને 8 બકારાનું મારણ મૂકી દીપડાને પાંજરે પુરાવા કવાયત હાથ ધરી હતી. જોકે આખરે દીપડો ત્રીજા દિવસે પાંજરે કેદ થયો છે. દીપડો પાંજરે કેદ થતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગામ લોકો અને ખેડૂતો તેમજ મૃતકના સગામાં હજુ ભય છે. ગામ લોકોનું કહેવું છે કે, દીપડો પાંજરે પુરાયો તો છે પરંતુ તે જ દીપડો છે કે કેમ? તે મોટો સવાલ છે. કારણ કે, અહીં 5 દીપડાઓ જોવા મળે છે જેમાંનો એક પકડાયો છે. હજુ 4 દીપડા ખુલ્લા રખડી રહ્યા છે, જેના કારણે અહીંના ખેડૂતો અને મૃતકના સગા ભયભીત બન્યા છે.આ પણ વાંચો: સુરતમાં ખુની ખેલ ખેલાયો, નોકરી માટે ત્રિપલ મર્ડર, 2 સગીર આરોપીઓની ધરપકડ

દીપડા અને સિંહો વારંવાર વાડીમા ચડી આવે છે

એક તરફ ઘાટવડ અને ગીરના ગામોની મુશ્કેલી વધી રહી છે. કારણ કે, આ ગામો ગીર બોર્ડર પરના છે. અહીં દીપડા અને સિંહો વારંવાર વાડીમા ચડી આવે છે. સરકારે વીજળી દિવસની કરી આપી છે પરંતુ મુશ્કેલી એ છે કે, રોજ અને નીલગાય જેવા પ્રાણીઓ રાત્રે ખેતરમાં ત્રાટકી રહ્યા છે. જેના કારણે અહીં રખોપુ કરવું પડી રહ્યું છે તો રાત્રે સિંહ અને દીપડાની પણ દહેશતને લઈ ખેડૂતોમાં ભારે ભય વ્યાપ્યો છે. હાલ ગીરના ગામોમાં વન્ય પ્રાણીઓ અને લોકો વચ્ચે સતત સંઘર્ષ વધી રહ્યું છે.

આ પણ વાંચો: મહિલાની હત્યાના કેસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી, પોલીસે પૂર્વ પ્રેમીની કરી ધરપકડ

ગીરની બહાર વસવાટને લઈ ભારે મુશ્કેલી

વન્ય પ્રાણીઓના હવે ગીરની બહાર વસવાટને લઈ ભારે મુશ્કેલી સર્જાય રહી છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ રસ્તો કાઢે. કારણ કે, દીપડાના દહેશતથી ખેતરે રખોપો રાખવા ખુબ જ મુશ્કેલ થઈ ગયો છે. આ વિસ્તારોમાં અવારનવાર દીપડા સહિત જંગલી હિંસક પ્રાણીઓ આવી ચડે છે, જેથી લોકો અને ખેડૂતોમાં સતત ભયનો માહોલ સર્જાયેલો રહે છે.

Published by:Vimal Prajapati

First published:

Tags: Leopard, Leopard attack, ગુજરાત