પાટણ39 મિનિટ પહેલા
પાટણમાં જિલ્લા સહકારી સંઘ પાટણ દ્વારા જિલ્લા કો .ઓ. ક્રેડિટ સોસાયટીઝ તેમજ નાગરિક સહકારી બેન્ક સેમિનાર સંતોકબા હોલ ખાતે યોજાયો હતો.જેમાં આગેવાનો દ્વારા સહકારી સંસ્થાઓ કેવી રીતે મદદ થઈ શકે છે જે બાબતે ગ્રાહકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેંકના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે જ્યાં ના પહોંચે સરકાર ત્યાં સહકાર પહોંચ્યું છે. વધુમાં વધુ સહકારી સંઘ સંલગ્ન મંડળીઓ સાથે મળી લોકોનો વિકાસ થાય તે ક્ષેત્રે કામ કરવા આગળ વધી રહ્યું છે.

સેમિનાર આરંભમાં સહકાર સંસ્થા સ્થાપકને યાદ કરી જીવનગાથાનું વર્ણન સાથે પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈ ને યાદ કરવામાં આવ્યા હતા.નાગરિક બેંક ચેરમેન સુરેશભાઈની દીકરીનું અકસ્મિત રીતે મોત થતા બે મિનિટનું મોન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. દિલીપ સંઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

તેમને જનાવ્યું હતું કે જે પ્રકારની સોસાયટી બનાવી હોય તેવી બનવી શકે છે.190 પ્રકાર ની સોસાયટી નોંધાયેલી છે.પાટણ ના પટોળા લુપ્ત થતો જાય છે કોપરેટિવ આગળ આવે અને ટર્નીગ આપવામાં આવે તો આગળ વધી શકે. આવનાત સમયમાં અલગ કોઅપરેટિવ યુનિ બની રહી છે.જેનાથી સંઘ અને સહકારી પ્રવૃત્તિથી ક્રાંતિ આવી રહી છે. સૌને સમૃદ્ધ કરવાની દિશા માં આગળ લવાનું સહકારી સંસ્થા કામ કરી રહી છે .
આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી ચેરમેન ઇફકો ન્યુદિલ્લી,પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ચીફ ઍકઝીકુટીવ ઓફિસર ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ ,મનીષભાઈ સંઘાણી,હરિભાઈ પટેલ,સહકારી જિલ્લા સહકારી સંઘ ના અધ્યક્ષ સુરેશભાઈ પટેલ ,પ્રભુદાસ જી ગઢવી ભરત વી રાજપુરોહિત સહિત ડીરેક્ટરો અને સહકારી બેંકોના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં મહિલા બેંક બનવી વહીવટ મહિલાઓ આગળ લાવવી જોઈએ : રાજુલ દેસાઈ
રાજુલ બેન દેસાઈ જણાવ્યું હતું.કે સહકારી ક્ષેત્રના સાત સિદ્ધાંતો ની વાતો લોકો સુધી લાવવી જોઈએ. ત્રણ શબ્દ માં રહેલું છે સહકારી ક્ષેત્ર પાટણ માં પણ માહિલા બેંક હોવી જોઈએ. મહિલા પણ વહીવટ કરતી જોવી છે .
મહિલાની હિસેદારી કેવી રીતે વધારવી જોઈએ એ માટે સેમિનાર થવા જોઈએ.યુવાનોને આ દિશા માં જોડાવા જોઈએ.આ ચૂંટણી માં મેં જોયું છે કે કોવાલીટી નથી જોઇતી કોન્ટીટી જોઈએ છે.આવનારી યુવા પેઢી સમાજ માં શુ યોગદાન આપી શકે.ખુલ્લું સભ્ય પદ હોવું જોઈએ.