3 સિંહોએ રસ્તો રોકતા ડ્રાઈવર ચિંતિત
જૂનાગઢ પંથકમાં રસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં સિંહોની લટારના વીડિયો સામે આવતાં હોય છે, ત્યારે આવો જ એક વધુ વીડિયો સામે આવ્યો છે. આ વખતે સિંહોએ કોઇ રાહદારી કે ગાડીનો રસ્તો રોક્યો નથી, પરંતુ એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના ગીર સોમનાથના ઉનાના ગુંદાળા ગામની છે. અહીં એમ્બ્યુલન્સ પ્રસુતિ માટે મહિલાને લેવા જઇ રહી હતી, ત્યારે જ રસ્તામાં ત્રણ સિંહો આવી ગયા હતા અને રસ્તો રોક્યો હતો. સિંહોને જોઇને 108ના ડ્રાઇવરમાં પણ મૂંઝવણમાં મુકાયા હતા. જોકે, ડ્રાઇવરે સાયરન વગાડતાં અને લાઇટ ચાલુ કરતાં સિંહો ત્યાંથી આગળ વઘી ગયા હતા. ત્યાર બાદ 108 ગામમાં પ્રવેશી હતી અને મહિલાને હોસ્પિટલ લઈ જવાઇ હતી.
આ પણ વાંચો: રાજ્યમાં અમદાવાદ સહિત શહેરોમાં કડકડતી ઠંડી શરૂ, કોલ્ડ વેવની આગાહી
વીડિયોમાં કેદ થઇ ઘટના
વીડિયોમાં જોઇ શકાય છે કે, રસ્તા પર આગળ ત્રણ સિંહો ધીમે-ધીમે ચાલીને આગળ વધી રહ્યા છે. તેની પછળ એમ્બ્યુલન્સ ચાલી રહી છે. નોંધનીય છે કે, જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. જ્યાં સિંહો જંગલ છોડીને રસ્તા પર આરામ ફરમાવતાં અથવા રહેણાંક વિસ્તારોમાં અડીંગો જમાવતા નજરે પડતાં હોય છે. અગાઉ આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થઇ ચૂક્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir Somnath news, Gujarat News, Lion Video