Wednesday, December 21, 2022

રાજસ્થાનથી લગ્ન કરવા આવેલી યુવતીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | A girl who came from Rajasthan to get married cut short her life by eating a snare

ગાંધીનગર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પ્રેમીએ પરિવારની સંમતી જરૂરી હોવાનંુ કહેતા લાગી આવ્યું

પ્રેમ આંધળો હોય છે, તેને રાજસ્થાનની યુવતીએ સાબિત કરી દીધુ છે. શાહપુરમા રહીને મજૂરી કરતા પ્રેમી સાથે લગ્ન કરવા પ્રેમીકા રાજસ્થાનથી આવી ગઇ હતી. જ્યારે પ્રેમીએ લગ્ન કરવા તેના ઘરના લોકોની સંમતી જરુરી હોવાનુ કહીને તેને પાછી ઘરે જતી રહેવા જણાવ્યુ હતુ. પરંતુ યુવતીએ તેના ઘરે જવાની જગ્યાએ એક ઝાડ ઉપર ફાંસો ખાઇ લીધો હતી. આ બનાવની જાણ ડભોડા પોલીસ મથકને થતા બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

\પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર પાસેના શાહપુર ગામમા રહેતા રાજસ્થાની યુવકને તેના ગામના નજીકની ગામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ પ્રેમી રોજગારી મેળવવા ગાંધીનગર આવી ગયો હતો અને શાહપુર ગામમા રહીને મજૂરી કરતો હતો. પરિણામે પ્રેમી સાથે રહેવાની આશા સાથે રાજસ્થાનના બિચ્છુવાડાના ઘામોદ ગામની 24 વર્ષિય યુવતી સુમિત્રા રમેશભાઇ અહારી ચાર દિવસ પહેલા શાહપુર ગામમા પ્રેમીના ઘરે આવી ગઇ હતી.

પ્રેમીકા એકા એક તેના ઘરે આવેલી જોઇને પ્રેમી પણ અચંબિત થઇ ગયો હતો. તેને પ્રેમીકા સાથે વાત કરતા લગ્ન કરવા આવી ગઇ હોવાનુ કહેતા લગ્ન માટે તેના પરિવારજનોની મંજુરી હોવાનુ જણાવ્યુ હતુ અને તેને પાછી રાજસ્થાન તેના ઘરે જતા રહેવા કહ્યુ હતુ. પરંતુ યુવતીતો લગ્ન કરવાના ઇરાદા સાથે આવી હોવાથી પાછા જવાનો વિચાર કર્યો જ ન હતો.

આ દરમિયાન યુવતીએ શાહપુર ગામ નજીકમા આવેલા એક ખેતરમા ઝાડની ડાળીએ સાંડી બાંધી ફાંસો બનાવી જીવન ટૂંકાવી નાખ્યુ હતુ. જ્યારે ગત રાતની પ્રેમિકા ઘરે જોવા નહિ મળતા પ્રેમી પણ શોધખોળ કરી રહ્યો હતો. પરંતુ પ્રેમીકા મળવાની જગ્યાએ તેનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ ડભોડા પોલીસ મથકને જાણ થતા તાબડતોડ બનાવ સ્થળે પહોંચી મૃતક યુવતીના પરિવારજનોને જાણ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: