Wednesday, December 21, 2022

શહેરમાં 16થી વધુ વિદેશી પક્ષીઓની પ્રજાતિ જોવા મળી | More than 16 exotic bird species were seen in the city

ભાવનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભાવનગરમાં કુલ 200થી વધુ અને વિદેશથી આવતા 60થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે

ભાવનગર એ વિદેશી પક્ષીઓનું મોસાળ કહેવાય છે, શિયાળાની શરૂઆત થાય એટલે ઘણા પક્ષીઓ ખૂબ લાંબું અંતર કાપીને ભાવનગરના વેટલેન્ટ વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. આ વર્ષે પણ પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે, તાજેતરમાં ભાવનગરના નવાબંદરના ખાર વિસ્તારમાં આ પક્ષીઓ નિહાળવા, તેની વિશે જાણવા તેને પ્રત્યક્ષ જોવાનું આયોજન દર વર્ષની માફક આ વર્ષે પણ ટ્રેકિંગ લવર્સ ગ્રુપ, INTACH, વન વિભાગ અને bcsg ભાવનગર ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે.

આ તમામ પક્ષીઓ વિશેની જાણકારી ડૉ. ઇન્દ્ર ગઢવી, ડૉ.તેજસ દોશી, કંદર્પ અંધારિયા અને તેની ટીમ દ્વારા કરાવામાં આવી હતી. ગુજરાતમાં 600થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે જેમાં ભાવનગરમાં 200થી વધુ અને વિદેશથી આવતા 60થી વધુ પ્રજાતિઓ જોવામાં આવે છે. ફ્લેમિંગો, પેલિકન, રાજહંસ, હેરિયર, સ્વિફ્ટ, કોરમોરેટ, ફાલ્કન, વેગ ટેઈલ, સ્ટોન ચેટ , ટિલ, ક્રેઈન વગેરે 16થી વધુ પ્રજાતિઓ જોવા મળી હતી.

આ વર્ષે કુંભારવાડાનો સમગ્ર વેટલેન્ડ વિસ્તાર, ગંગાજળીયા તળવ, બોરતળાવનો પાછળનો ભાગ, નવા બંદરનો વિસ્તાર તેમજ જૂના બંદરના પાછળનો ભાગ કેબલ સ્ટેઇડ બ્રિજની આજુબાજુમાં હાલમાં પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. આ કાર્યક્રમમાં બ્રિજેશ્વરીકુમારી ગોહિલ, વન અધિકારી સાદિક મુંજાવાર, ડીવાયએસપી મનીષ ઠાકર આ ઉપરાંત ભાવનગરના કુદરત અને પક્ષીઓ પ્રેમીઓ, વિદ્યાર્થીઓ વગેરે 100 વધુ લોકોએ લાભ લીધો. આવી પ્રવૃત્તિઓ રેગ્યુલર રીતે પર થશે જેથી વધુ માં વધુ લોકો પ્રકૃતિ, વન્ય જીવો અને પક્ષીઓની નજીક આવી શકે.

અન્ય સમાચારો પણ છે…