Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, કુલ 89 બેઠક માટે 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

Gujarat assembly election 2022: પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ (Saurashtra- Kutch) સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, કુલ 89 બેઠક માટે 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન પ્રક્રિયા છે. આજે સાંજ 5 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ (સૌરાષ્ટ્ર-કચ્છ) સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. 1 ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

1 ડિસેમ્બર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં સવારે 08.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તેમના પોલિંગ બુથ પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ તેઓ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.

કેટલા જિલ્લામાં મતદાન યોજાશે ?

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન યોજાવાનું છે. જેમાં કુલ 89 બેઠક માટે મતદાન યોજાવાનું છે. આ 89 બેઠક પર કુલ 788 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે ઝંપલાવ્યુ છે. જેમાંથી 718 પુરૂષ ઉમેદવાર છે અને 70 મહિલા ઉમેદવાર છે.

કેટલા રાજકીય પક્ષો, કેટલા મતદારો લેશે ભાગ ?

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 39 રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. જેમાં કુલ 2,39,76,670 મતદાર લોકશાહીના આ પર્વમાં ભાગ લેશે. કુલ મતદારો પૈકી 1,24,33,362 પુરૂષ મતદાર છે. જ્યારે 1,1,5,42,811 મહિલા મતદાર છે અને 497 ત્રીજી જાતિના મતદારો છે.

18થી 19 વર્ષની વયના મતદારો

આ ચૂંટણીમાં 18થી 19 વર્ષની વયના કુલ 5,74,560 મતદાર છે. તો 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો 4,945 મતદાર છે. તો ચૂંટણી કાર્યમાં સંકળાયેલા કુલ 9,606 સેવા મતદાર છે. જે પૈકી 9,371 પુરૂષ
અને 235 મહિલા મતદાર છે. તો 163 NRI મતદાર છે. NRI મતદાર પૈકી 125 પુરૂષ અને 38 મહિલા છે.

કેટલા મતદાન મથક સ્થળો છે?

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 14,382 મતદાન મથક સ્થળ છે. જેમાં 3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. તો કુલ મતદાન મથક 25,430 છે. જે પૈકી 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથક છે. તમામ 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બરના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા આપવામાં આવશે.

વિશિષ્ટ મતદાન મથક કેટલા ?

પ્રથમ તબક્કામાં કુલ 89 મોડલ મતદાન મથક અને 89 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક છે. 89 ઈકો ફ્રેન્ડલી મતદાન મથક અને 611 સખી મતદાન મથક છે. જેમાં 18 યુવા સંચાલિત મતદાન મથક છે.

EVM-VVPAT વિશેની માહિતી

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ EVM-VVPATનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન માટે કુલ 34,324 BU, 34,324 CU અને 38,749 VVPATનો ઉપયોગ કરવામાં આવશે. આ ચૂંટણીમાં મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.

મતદાન સ્ટાફની વિગત

પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 1,06,963 કર્મચારી/અધિકારી ખડેપગે રાખવામાં આવશે. તો 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફને ફરજ પર રાખવામાં આવશે.

Previous Post Next Post