Monday, December 5, 2022

Gujarat Election 2022 : ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે કર્યું મતદાન

Gujarat assembly election 2022:બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું.

TV9 ગુજરાતી

| સંપાદિત: તન્વી સોની

ડીસે 05, 2022 | 11:31 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: 5 ડિસ્મેબર એટલે કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ  અમદાવાદના નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

અમિત શાહે મતદાન પહેલા ટ્વીટ કર્યુ હતુ અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. અમિત શાહે પણ યુવા મતદારોને મતદાન માટે અપીલ કરી અને લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થશે મતદાન

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થોડીવારમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. જો મતદારોની વાત કરીએ તો કુલ 60,04,737 મતદારો તેમનો કિંમતી મત આપશે. જેમાં પુરષ મતદારો 31,23,306 અને સ્ત્રી મતદારો 28,81,224 છે.

Related Posts: