Gujarat Election result 2022 today: મત ગણતરીના શરૂઆતના વલણોમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે આ જોતા ઓપિનિયન પોલના વલણો

પરિણામોનો પ્રવાહ જોતા કમલમમાં ભાજપની ઉજવણીની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
Gujarat Election result 2022 today: ગુજરાતમાં તમામ બેઠકો ઉપર મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શરૂઆતમાં કુલ 135 કરતા વધારે બેઠકો પર ભાજપની લીડ જોવા મળી રહી છે અને કોંગ્રેસની 35 બેઠક ઉપર લીડ જોવા મળી રહી છે જ્યારે આપ 5 બેઠક ઉપર આગળ જોવા મળી રહી છે. આ આંકડા સવારે 9 વાગીને 22 મિનિટના છે કે જ્યારે આ લખાઈ રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીતના વિશ્વાસ સાથે ભાજપ જનતા પાર્ટીના રાજ્ય મુખ્યાલય કમલમ ખાતે ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. તમામ કાર્યકરોએ પરિણામ પહેલા જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવી જ રીતે જમાલપુર ખાડિયા બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પણ ભાજપની જીતની સાથે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, જમાલપુર ખાડિયાના મતદારોએ ગત વખતે ભૂલ કરી હતી, આ વખતે સાચો અભિપ્રાય આવશે.
મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું, ભાજપ રેકોર્ડ તોડશે
ગુજરાતના મંત્રી અને સુરત પશ્ચિમના ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીએ દાવો કર્યો છે કે ભાજપ આ વખતે રેકોર્ડ તોડશે. પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે આ વખતે ગુજરાતમાં ભાજપને સૌથી વધુ સીટો મળશે. તેમણે કહ્યું કે અમારા તમામ ઉમેદવારો જંગી માર્જિનથી જીતશે.
ભાજપની સરકાર રચવાનું નક્કી છે
વરિષ્ઠ પત્રકાર પંકજ કુમારનું માનવું છે કે ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર બનશે તે નક્કી થઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ બીજા નંબર પર રહેશે કે આમ આદમી પાર્ટી તે નક્કી કરવાનું બાકી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ગુજરાતમાં 27 વર્ષ બાદ ચૂંટણી ત્રિકોણીય જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો મેળવી શકે છે તેના પર સૌની નજર રહેશે.
#ગુજરાત ચૂંટણી 2022 : ભાજપા 115 બેઠક પર આગળ ચાલી રહી છે .
23 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર આપ આગળ છે. #ગુજરાત ચૂંટણી #GujaratElection Result pic.twitter.com/rsNwmsWhe5— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) 8 ડિસેમ્બર, 2022
#ગુજરાત ચૂંટણી 2022 : શરૂઆતના વલણમાં ભાજપા 12 બેઠક પર આગળ ચાલી રહી છે .
08 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ છે. #ગુજરાત ચૂંટણી #GujaratElection Result pic.twitter.com/lBm55wM1nK— ટીવી9 ગુજરાતી (@tv9gujarati) 8 ડિસેમ્બર, 2022