Tuesday, December 20, 2022

How to make gulab jamun at home

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકોના ઘરે રોટલી વઘતી હોય છે. આ રોટલીને અનેક લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે આ વઘેલી રોટલીમાંથી તમે ગુલાબ જાંબુ બનાવી શકો છો. જો કે આ વાત સાંભળવામાં તમને નવાઇ લાગશે, પરંતુ હકીકત છે. વધેલી રોટલીમાંથી તમે ગુલાબ જાંબુ બનાવો છો તો બહુ મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. આ ગુલાબ જાંબુ બધાને ઘરમાં બહુ ભાવશે અને તમારી વઘેલી રોટલીનો ઉપયોગ પણ થઇ જશે. આ સાથે જ તમારે ફેંકવાનો વારો પણ નહીં આવે. તો તમે પણ મોડુ કર્યા વગર આ રીતે ઘરે બનાવો વધેલી રોટલીમાંથી ગુલાબ જાંબુ.

સામગ્રી

બે કપ ખાંડબે કપ પાણી

2 થી 3 નંગ ઇલાયચી

આ પણ વાંચો:આ રીતે ઘરે રાજસ્થાની ચુરમાના લાડુ બનાવો

એક ચમચી કેસર

વધેલી રોટલી

બે ચમચી ઘઉંનો લોટ

અડધો કપ મિલ્ક પાવડર

બે ચમચી ઘી

એક ચમચી બેકિંગ પાવડર

ચપટી મીઠું

જરૂર મુજબ ઘી

બનાવવાની રીત

  • વઘેલી રોટલીમાંથી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો અને એમાં ખાંડ, પાણી, ઇલાયચી અને કેસર મિક્સ કરો.
  • આ મિશ્રણને એક વાર ફાસ્ટ ગેસે ગરમ કરી લો અને પછી ગેસ ધીમો કરી દો. આ વખતે તમારે સતત હલાવતા રહેવાનું છે.

આ પણ વાંચો:વધેલા ભાતમાંથી બનાવો ટોમેટો રાઇસ

    • ધ્યાન રહે કે ચાસણી બહુ ધટ્ટ ના થઇ જાય.
    • આ પ્રોસેસ થઇ જાય પછી વધેલી રોટલી લો અને એના કટકા કરી લો.
    • આ રોટલીને મિક્સરમાં ક્રશ કરીને ભુક્કો કરી લો.
    • ત્યારબાદ આ રોટલીના ભુક્કામાં ઘઉંનો લોટ મિક્સ કરો અને એક વાસણમાં લઇ લો.
    • આ મિશ્રણમાં દૂધ નાંખો અને હલાવી દો.
    • ડો તૈયાર થઇ જાય એટલે એમાં ચપટી મીઠું, બેકિંગ પાવડર અને થોડુ ઘી નાંખો.
    • તમને મિશ્રણ ઘટ્ટ લાગે છે તો તમે થોડુ દૂધ એડ કરી શકો છો.
    • હથેળીમાં ઘી લગાવો અને ગુલાબ જાંબુ વાળી લો.
    • ત્યારબાદ ઘી ગરમ કરવા માટે મુકો.
    • ઘી ગરમ થઇ જાય એટલે એમાં વાળેલા ગુલાબ જાંબુ તળી લો.

  • આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.
  • 2 મિનિટ રહીને આ ગુલાબ જાંબુને ચાસણીમાં નાંખો.
  • તો તૈયાર છે ગુલાબ જાંબુ.

Published by:Niyati Modi

First published:

Tags: Life style, Recipes

Related Posts: