Sunday, December 18, 2022

પતિ નશો કરી સંબંધ બાંધતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો, બેડ પર ટોઇલેટ કરતો, પૂરાવા માટે નિર્વસ્ત્ર થઈ પણ પોલીસ ન માની | Husband used to get drunk and had sex, committed an act against nature, defecated on the bed, stripped for evidence but police did not believe.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Husband Used To Get Drunk And Had Sex, Committed An Act Against Nature, Defecated On The Bed, Stripped For Evidence But Police Did Not Believe.

રાજકોટએક કલાક પહેલા

‘હું ડરી જતી, રડવું આવતું પણ શું કરું ભાવેશ નશામાં રાક્ષસ બની જતો, એટલી હદે શારીરિક અત્યાચાર ગુજારતો, હું પ્રતિકાર કરું તો ઢોરમાર મારતો., સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો, બી. ડિવિઝન પોલીસે આવીને મને છોડાવી હતી.’ આ શબ્દોથી પતિના ત્રાસથી જીવતી લાશ સમાન બની ગયેલી રાજકોટની એક પરિણીતાના.

હું નિર્વસ્ત્ર થઈ ગઈ, આ કંઈ સબૂત ન કહેવાય
જ્યારે હું મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા ગઈ તો મહિલા PSI બેલીમે તેનો બચાવ કરીને કહ્યું કે,’પુરુષ તો ગમે ત્યાં બાથરૂમ કરે એમાં શું ખોટું છે?’ મારી સાથે વીતેલી ઘટના અંગે મેં PSI બેલીમને સઘળી વાત કરી તો તેઓ માનવા તૈયાર ન થયા. હું નિર્વસ્ત્ર થઈ ગઈ અને શરીર પર લાગેલા ઘા દેખાડ્યા તો PSI બેલીમે કહ્યું’આ કંઈ સબૂત ન કહેવાય, શું માત્ર ત્રાસની ફરિયાદ દાખલ કરીશ’ ઘરની ચાર દીવાલમાં પતિ-પત્ની વચ્ચે જે થયું હોય તેના સબૂત હું ક્યાંથી શોધી લાવું? પરિણીતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ, હારી થાકીને મીડિયા સમક્ષ પહોંચી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.

ચાર દીવાલમાં પતિ-પત્ની વચ્ચે જે થયું હોય તેના સબૂત હું ક્યાંથી શોધી લાવું?

ચાર દીવાલમાં પતિ-પત્ની વચ્ચે જે થયું હોય તેના સબૂત હું ક્યાંથી શોધી લાવું?

સાસુ-સસરા પણ પતિનો પક્ષ લે છે
પરિણીતાએ પોતાની વ્યથા વર્ણવતા કહ્યું હતું કે, અગાઉ તેના એક લગ્ન થયા હતા પરંતુ પતિએ તેની બીમારીની વાત છુપાવી હોય ત્રણ મહિનામાં જ છૂટાછેડા થઇ ગયા હતા, બીજા લગ્ન ભાવેશ સાથે જાન્યુઆરી 2010માં થયા હતા, લગ્ન જીવન દરમિયાન બે પુત્રીની પ્રાપ્તિ થઇ હતી, એક પુત્રી 12 વર્ષની અને બીજી 9 વર્ષની છે. લગ્ન થયાના બે મહિના બાદ જાણ થઇ હતી કે, પતિ ભાવેશને દારૂનો નશો કરવાની કુટેવ છે, આ અંગે સાસુ-સસરાને વાત કરી તો તેણે ભાવેશનો પક્ષ લીધો હતો.

દીકરીઓની નજર સામે આવો ત્રાસ થતો હતો

દીકરીઓની નજર સામે આવો ત્રાસ થતો હતો

નશામાં તે ભાન ભૂલતો અને શરીરમાં બચકાં ભરતો
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ વર્ષથી પતિ ભાવેશનો ત્રાસ અસહ્ય બન્યો છે, દારૂનો નશો કરી તે ઘરે આવતો અને મારી બંને પુત્રીને રૂમમાં બંધ કરીને મારી સાથે ધરાર શરીરસંબંધ બાંધતો હતો, નશામાં તે ભાન ભૂલતો અને શરીરમાં બચકાં ભરતો, દુષ્કર્મ આચરતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. નિર્વસ્ત્ર થઈને ઘરમાં આંટા મારતો હતો, બેડ પર લઘુશંકા કરતો. દિવાળીના તહેવાર પર તા.25થી 28 ઓક્ટોબર દરમિયાન ત્રણ દિવસ સુધી મને રૂમમાં ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો.

ફરિયાદમાં લઇશું નહીં તેમ કહી કાઢી મૂકી
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે,તા.28ના વહેલી સવારે મોકો મળતા મેં મારા ભાઇને મોબાઇલમાં મેસેજ કરી મને મુક્ત કરાવવાનું કહેતા મારો ભાઇ અને બી. ડિવિઝન પોલીસ આવી હતી અને મને ભાવેશના સકંજામાંથી મુક્ત કરાવી હતી, ત્યારબાદ હું અને મારો ભાઇ મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, મેં મારી વ્યથા વર્ણવી અને તે મુજબ ફરિયાદ કરવાનું કહેતા PSI બેલીમે માત્ર ત્રાસની જ ફરિયાદ લઇશું, દુષ્કર્મ કે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય થયું તેવી કોઇ વાત ફરિયાદમાં લઇશું નહીં તેમ કહી મને કાઢી મૂકી હતી.

મને રૂમમાં ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો: પરિણીતા

મને રૂમમાં ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો: પરિણીતા

સંસાર બચાવવા બધુ સહન કર્યું પરંતુ હવે હદ વટાવી દીધી
પરિણીતાએ કહ્યું હતું કે, ગૃહસંસાર બચાવવા હું મૂંગે મોઢે તેનો ત્રાસ સહન કર્યે જતી હતી. નશાને કારણે પતિ ભાવેશ ધંધા પર પણ પૂરું ધ્યાન આપતો નહોતો અને બે વખત દેણું થઇ જતાં મારા સસરાએ ખેતીની જમીન અને ફ્લેટ વેચી દેણું ચૂકતે કર્યું હતું.પરંતુ હવે દીકરીઓની નજર સામે થતા આવા ત્રાસ સહન કરવાની હિંમત ખૂટી જતા હું ફરિયાદ કરવા માંગુ છું. આખરે મીડિયાનો સહારો લીધા બાદ અંતે પોલીસે મહિલાના પતિ ભાવેશ રંગાણી સામે આઇપીસી કલમ 377 અને 323 મુજબ બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય અને માર મારવા અંગે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ઢીલી નીતિએ પરિણીતાને વધુ દુઃખી કરી
સ્ત્રી ઉપર થતાં ત્રાસને લીધે સ્ત્રીઓના રક્ષણ માટે કાયદા છે અને સ્ત્રીઓ રક્ષણ મેળવવા માટે કેસ કરે પણ છે, પણ સૌથી મહત્વની ભૂમિકા છે કાયદાનો અમલ અને તેની જવાબદારી કાયદાના અધિકારીઓ અને પોલીસ પર છે. સરકારના ગૃહ વિભાગે 1989માં આવા કિસ્સાઓમાં ગુનેગાર છુટી ન જાય અને તેને યોગ્ય શિક્ષા થાય તે માટે એક પરિપત્ર જાહેર કરેલ છે જેમાં ખાસ કરીને કાયદાનાં અમલીકરણ માટે પોલીસ અધિકારીને કે મહિલા સુરક્ષા સમિતિએ તપાસ અંગેની કાર્યવાહી કેવી રીતે થવી જોઇએ તે વિશે ખાસ માર્ગદર્શન આપેલ છે. છતાં મહિલા પોલીસની ઢીલી નીતિએ પરિણીતાને વધુ દુઃખી કરી હતી.

પોલીસ આ પ્રકારની આપખુદશાહી દાખવે સ્ત્રી ક્યાં જાય?

પોલીસ આ પ્રકારની આપખુદશાહી દાખવે સ્ત્રી ક્યાં જાય?

પરિણીતા ન્યાયની માંગ કરી રહી છે
રુંધાઈ ગયેલી કે કચડાઈ ગયેલી સ્ત્રી પોતાના ઉપર થતા અત્યાચારનો વિરોધ કરી શકતી નથી, કારણ કે એની પાસે કોઈનો સહકાર નથી હોતો. આજના સમયમાં ડોમેસ્ટિક વાયોલન્સ અથવા ઘરેલુ હિંસા સામે સૌથી મોટો સવાલ એ છે કે, જો પોલીસ આ પ્રકારની આપખુદશાહી દાખવે સ્ત્રી ક્યાં જાય? આ બધાં સમય દરમિયાન જ્યારે સ્ત્રી પોતાના માનસિક અને શારીરિક સંઘર્ષોમાંથી પસાર થતી હોય ત્યારે જો એના પર માનસિક અત્યાચાર કે શારીરિક પીડા આપવામાં આવે તો એનું જીવન કેટલું દુષ્કર થઈ જાય એનો વિચાર મહિલા પોલીસને કેમ નહીં આવતો હોય! ત્યારે હવે પરિણીતાના અરણ્યરુદનની હૃદયદ્રાવક ઘટના બાદ તે ન્યાયની માંગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: