Sunday, December 18, 2022

GTUમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર, પ્રોફેસર સહિત 39 જગ્યાઓ પર ભરતી કરાશે | GTU will be recruiting for 39 posts including Deputy Registrar, Professor

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2 જાન્યુઆરી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે
  • સૌથી વધુ જીપેરી કોલેજમાં 22 એસોસિએટ પ્રોફેસરની જગ્યાઓ ભરાશે

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) માં ડેપ્યુટી રજીસ્ટાર, પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, ડેટા ઓપરેટર, જુનિયર ક્લાર્ક સહિતની 39 પોસ્ટ માટે કરાર આધારીત ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 2 જાન્યુઆરી સુધી recruit19t.gtu.ac.in વેબસાઇટ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી, તેની પ્રિન્ટ 9 જાન્યુઆરી સુધીમાં જીટીયુ રજીસ્ટારને મોકલવાની રહેશે. જાહેર કરેલા ભરતીમાં સૌથી વધારે 22 એસોસિએટ પ્રોફેસરની જગ્યા ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીપેરી)માં ભરાશે.

જાહેર કરેલી ભરતીમાં કમ્પ્યુટર, સિવિલ , મિકેનલના પ્રોફેસરની ભરતી માટે ઉમેદવારે નક્કી કરેલા વિષયમાં પીએચ.ડીની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ. ઉપરાંત 10 વર્ષનો શિક્ષણ, રિસર્ચ કે ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ હોવો જોઇએ. ઉપરાંત 6 રિસર્ચ પેપર પબ્લિશ થયેલા હોવા જોઇએ. જ્યારે કે એસોસિએટ પ્રોફેસરની ભરતી માટે નક્કી કરેલા વિષયમાં પીએચ.ડીની ડિગ્રી ઉપરાંત 8 વર્ષનો અનુભવ અને 6 રિસર્ચ પબ્લિકેશન જાહેર થયેલા હોવા જોઇએ.

આ વિષયના પ્રોફેસર – આસિસ્ટન્ટ પ્રોફેસર ભરાશે

કમ્પ્યુટર મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ સંસ્કૃત ઇતિહાસ ઇન્ડિયન કલ્ચર હ્યુમિનિટી મેનેજમેન્ટ

ફોર્મ સાથે આ દસ્તાવેજો આપવાના રહેશે

પીએચ.ડી સર્ટિફિકેટ જર્નલમાં પબ્લિશ થયેલા લેખની માહિતી યુજીસી- એઆઇસીટીઇએ માન્ય કરેલા રિસર્ચ પેપર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છેલ્લા વર્ષની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું સર્ટિફિકેટ

પાન – આધાર કાર્ડ

અન્ય સમાચારો પણ છે…

Related Posts: