- Gujarati News
- Local
- Gujarat
- Anand
- “I Am Imran Whora. I Am Asking For Information Through RTI And I Will Harass The Police,” Threatened The Businessman At The Police Station.
આણંદ2 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મારા ભાઈને તમે કેમ રોક્યો હતો ? તેમ કહી આરટીઆઈ કરવાની ધમકી આપી
ઉમરેઠના વિંઝોલ રોડ પર વાહન ચેકીંગ કરતાં પોલીસ જવાનને ગામના વેપારીએ પોલીસ મથકે જઇ ધમકી આપી હતી. બાદમાં આરટીઆઈ કરવાની પણ ધમકી આપી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉમરેઠના વિંજોલ રોડ પર પોલીસ જવાન દ્વારા વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સાંજના સાડા સાત વાગ્યાના સુમારે ઉમરેઠથી વિંજોલ તરફથી સફેદ કારમાં એક શખસ આવ્યો હતો. તે ઉમરેઠ પોલીસ સ્ટેશન સામે આવી ઉભો રહ્યો અને ગાડીમાંથી નીચે ઉતરી કોન્સ્ટેબલ પૃથ્વીસિંહ કેસરીસિંહ પાસે આવીને શાનું ચેકીંગ કરો છો ? મારા ભાઈ હમણા બુલેટ લઇને નિકળ્યો તો તમે કેમ રોક્યો ? તેમ કહી તેના ભાઈને ફોન કરી પુછપરછ કરી હતી. બાદમાં અહીંયા તમને એક પણ ગાડી ચેક નહીં કરવા દવ. આ શું રોજ રોજ ખોટું ચેક કરો છો. તેમ કહી કારચાલક ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ત્યારબાદમાં પૃથ્વીસિંહને બોલાવી તું મને ઓળખતો નથી. તારા સાહેબ પણ મારું કશું બગાડી શકશે નહીં. તેમ કહી જોર જોરથી બુમો પાડવા લાગ્યો હતો. હું ઇમરાન વ્હોરા છું. હું આરટીઆઈથી માહિતી માંગી તમને પોલીસને હેરાન પરેશાન કરી નાંખીશ. આમ, સરકારી ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો. આ શખસની અટક કરી પુછપરછ કરતાં તે ઇમરાન ઇશાક વ્હોરા (રહે.સંજરી સોસાયટી, ઉમરેઠ) હોવાનું જણાવ્યું તું. પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર, મોબાઇલ સહિત કુલ રૂ.2.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.