Imitation bagsara rivals gold aga – News18 Gujarati
બગસરાની ઇમિટેશન જ્વેલરી સોનાને ટક્કર આપે
વર્તમાનમાં સમયે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે.લોકોને સોના પ્રત્યે મોહ છે, પરંતુ હવે સોનુ મોંઘુ હોવાથી ખરીદી શકતા નથી. સોનુ મોંઘુ થતા લોકો ઇમિટેશન જ્વેલરી તરફ આકર્ષાયા છે. સોના જેવી જ વસ્તુ બગસરામાં મળે છે. બગસરાની ઇમિટેશન જ્વેલરી સોનાને ટક્કર આપે છે.
હજારોની સંખ્યામાં પ્રતિદિન લોકો અહીંથી ખરીદી કરે છે. ઇમિટેશન જ્વેલરીનો બગસરા શહેરમાં સૌથી મોટો વ્યવસાય છે. હજારોની સંખ્યામાં લોકો રોજગારી સાથે જોડાયેલા છે.
તમારા શહેરમાંથી (અમરેલી)
ઇમિટેશનમાં ઝળહળતું નામ ધરાવે છે બગસરા
બગસરાના માણસો સાચા પણ ઈમિટેશન જ્વેલરી ખોટી,જેવી કહેવતો હવે થવા લાગી છે. બગસરાનું નામ માણસોના મોઢે આવતાની સાથે જ બગસરાનું સોનુ યાદ આવે છે.
ઈમિટેશન જ્વેલરી ક્ષેત્રે કરોડોનું ટર્નઓવર અહીંના વેપારીઓ કરે છે. સોના જેવી જ દેખાતી ચેન પાંચ વર્ષ સુધી પહેરી શકાય છે. જેથી અહીં મોટી સંખ્યામાં લોકો ઈમિટેશન જ્વેલરી ખરીદવા આવે છે.
બગસરા શહેરમાં આવ્યા છે 500 શોરૂમ
બગસરા વર્ષોથી પ્રખ્યાત છે અને અહીંથી લેવામાં આવેલી ઇમિટેશન જ્વેલરી લાંબાસમય સુધી વપરામાં લઈ શકાય છે.
જોવામાં સોનાને ટક્કર આપે એવી ઇમિટેશન જ્વેલરી અહીં બનાવવામાં આવે છે.ઈમિટેશન જ્વેલરીમાં ગોલ્ડ પ્લેટિંગ વાળી જવેલરી છે, જેના કારણે નામે બગસરાનું નામ જાણીતું થયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Jewelry, Local 18
Post a Comment