Header Ads

જૂનાગઢ જિલ્લાના 450 ગામોમાં કૃષિ ઋષિ સંત યાત્રાનું આયોજન | Organization of Krishi Rishi Sant Yatra in 450 villages of Junagadh district

જૂનાગઢ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ગામડે-ગામડે ગૌ પૂજન- માટી પૂજન અને વિવિધ સ્પર્ધાઓ યોજાશે
  • જિલ્લાના તમામ ગૌશાળા સંચાલકો, સામાજિક કાર્યકર્તા અને પ્રગતિશીલ ખેડૂતો લેશે આગેવાની : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાની પ્રાકૃતિક ખેતીને દેશમાં મોડેલ ગણાવ્યું હતું

પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતોએ જૂનાગઢ જિલ્લાની ખેતીને રાસાયણિક ખાતર અને જંતુનાશક મુક્ત બનાવવાની કરેલી પહેલને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું મોડેલ ગણાવ્યા બાદ આ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઝેરમુક્ત જિંદગીના સૂત્રને સાર્થક કરે તે દિશામાં આગળ વધવા આગામી તા. 4 જાન્યુ. 2023 થી તા. 14 જાન્યુ. 2023 સુધી 10 દિવસ માટે જૂનાગઢ જિલ્લાના 450 જેટલા ગામડાઓમાં કૃષિ ઋષિ સંત યાત્રા નીકળવાની છે. તેના આયોજન માટે અત્યારથી જ તમામ ગામડે ગામડે ગ્રામસભાઓ મળી રહી છે. ખેડૂતો ઓનલાઇન પણ જોડાઈ રહ્યા છે. આ યાત્રાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માર્ગદર્શન આપી રહ્યા છે.

કૃષિ ઋષિ સંત યાત્રા અંગે માહિતી આપતા ડો. રમેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને જનઆંદોલનમાં પરિવર્તિત કરવા અને ઝેરમુક્ત જિંદગીના સૂત્રને સાર્થક કરવા જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોમાં વધુ જાગૃતિ આવે તેવા કાર્યક્રમો આ 10 દિવસ દરમ્યાન યોજાવાના છે. ગામડે-ગામડે આ યાત્રા પહોંચશે ત્યારે ગૌ પૂજન બાદ ગાયનું ખેતીમાં મહત્વ શું તેના ફાયદાઓ અને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓથી મૃતપાય બનેલી ખેતીની જમીનને કેવી રીતે ફરીથી સજીવન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

ગૌ પૂજન બાદ દરેક ખેડૂત જે પોતપોતાના ખેતરની એક એક મુઠ્ઠી માટી લાવ્યા હશે તેનું પૂજન કરીને માટી એટલે કે ધરતીનું મહત્વ સમજાવવામાં આવશે. હાલની સ્થિતિમાં ખેતીની જમીન બંજર બની રહી છે જો તેનું જતન કરવામાં નહીં આવે તો ધરતીમાતા પથ્થર જેવી બની જશે અને તેમાં ખેતી કરવી પણ મુશ્કેલ બની જશે તે અંગે વિગતવાર સમજણ આપવામાં આવશે.

આ પછી બાળકો દ્વારા વડાપ્રધાનને એક પત્ર લખવામાં આવશે જેમાં પ્રકૃતિ ખેતીને નીતિ તરીકે સ્વીકારવા બદલ તેમનો આભાર માનવામાં આવશે. કારણેકે, બાળકો દેશનું ભવિષ્ય છે. પણ જો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વપરાશ બંધ કરવામાં નહીં આવે તો બાળકો કેટલું જીવી શકશે તે કહેવું મુશ્કેલ છે. તંદુરસ્ત જીવન માટે આ નિર્ણય એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે તેના માટે બાળકોને જાગૃત કરવામાં આવશે.

જો પ્રાકૃતિક ખેતી શરુ કરવામાં આવશે તો આગામી સમયમાં ભારતની ભૂમિ ફરી પાછી અમૃતફળ આપતી થશે. અને તેમાં ખેડૂતોની જાગૃતિ જ મહત્વની છે. અન્નદાતા ઝેરદાતા ન બની જાય તે માટે ખેતીમાં પરિવર્તન જરૂરી છે. આ 10 દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં યાત્રાના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુલ જોડાઈને માર્ગદર્શન આપશે.

રાજભવનમાં કાર્યરત વૈજ્ઞાનિકે જીવામૃતમાં 7400 કરોડ ખેત ઉપયોગી જીવ હોવાનું લેબોરેટરીમાં પુરવાર કર્યું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે અનેક પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા માત્ર માર્ગદર્શન આપવામાં આવતું નથી. પ્રાકૃતિક ખેતીના વિવિધ ફાયદાઓને આધુનિક લેબમાં સાબિત પણ કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પરીક્ષણમાં એ સાબિત થયું છે કે, જીવામૃતમાં 7400 કરોડ જીવાણુઓ મળ્યા છે જે પ્રાકૃતિકે ખેતી માટે જરૂરી છે અને તે આ ખેતીને સમૃદ્ધ કરે છે જ્યારે માત્ર ગોબરનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં આ જીવાણુઓની સંખ્યા ઓછી જોવા મળી હતી. એટલે કે જીવામૃત દ્રાવણ વધારે ઉપયોગી સાબિત થયું છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.