અમદાવાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણુ પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે એક દિવસ સગીરાને દુખાવો થતા તેને તેની માતાને જાણ કરી હતી અને માતાએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. જેથી માતાએ પોતાના પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પુત્રીને ફોસલાવીને બહાર લઇ જઇને અડપલા કરતા
વટવામાં 16 વર્ષીય સગીરા હર્ષા (નામ બદલેલું છે) પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં તેના પિતા અમરીશ ઠાકોર છાપકામનું કામ કરે છે. જેમાં પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગડી હતી. જેમાં પિતાએ એકાદ વર્ષ અગાઉથી પુત્રીને ફોસલાવીને બહાર લઇ જઇને અડપલા કરતા હતા. આટલું જ નહિ પિતા સગીરાને કેફી પીણુ પીવડાવીને બેભાન કરીને અલગ અલગ જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો.
કેફી પીણું પીવડાવીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો
જ્યારે અમરાઇવાડીમાં જ્યાં કામ કરતો તે જગ્યાએ પણ લઇ જઇને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. જ્યારે પત્ની ઘરે ન હોય તો ત્યારે પણ તે સગીરાને ફોસલાવીને તેમજ ઠંડા પીણા સાથે કેફી પીણું પીવડાવીને બેભાન કરીને અડપલા કરીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારે એક દિવસ સગીરાને થોડો દુખાવો થતા તેને માતાને કહેતા માતાએ તપાસ કરતા સમગ્ર ભાંડો સામે આવ્યો હતો. આ અંગે સગીરાની માતાએ પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.