- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- In Junagadh, The Wife Is Not Going Back To Her Father in law While She Is Sitting Alone. It Is Revealed That The Husband Threw A Flammable Substance In The House And Set It On Fire.
જુનાગઢ9 મિનિટ પહેલા
જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલા એક ઘરમાં અજાણ્યા શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ ફેંકી આગ લગાડવાના બનાવ મામલે ખુલાસો થયો છે. રિસામણે બેસેલી પત્ની સાસરે પરત ન જતી હોય પતિએ જ આગ લગાડી હોવાનું સામે આવ્યું છે. પોલીસે પતિની પોરબંદરથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના જોષીપરા વિસ્તારમાં આદિત્ય શાક માર્કેટ પાસે આવેલ ફરિયાદી ખુશ્બુબેન તેના માતાના ઘરે તેના મકાને સુતા હતા ત્યારે રાત્રીના સમયે રૂમની ખુલ્લી બારીમાંથી કોઈ અજાણ્યા બે ઈસમોએ આવી ખુશ્બુ બેનને ઈજા પહોંયાડવા દઝાડી દેવા બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી તથા સળગતુ કપડુ ફેંકવાની ઘટના બનતા ફરિયાદી ખુશ્બુ બેનને શરીરે પેટના ભાગે દાઝી જતા તેમને બચાવવા જતા તેમના મમ્મી નયનાબેન પણ હાથમા દાઝી જતા બન્ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદી ખુશ્બુબેન દ્વારા ઘર સળગાવનાર બે અજાણ્યા ઇસમો પર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગંભીર ગુનાને ધ્યાને લેતા જુનાગઢ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીની કલાકોમાં જ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી..ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પીઆઈ જે.એચ.સિંધવ તથા પીઆઈ એ.એમ.ગોહિલ તથા પીએસઆઈ જે.જે.ગઢવી, પીએસઆઈ ડી.કે.ઝાલા એ સ્થળ તપાસ કરી ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરતા આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી.હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી,પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશકુમાર ડાભીને ખાનગી બાતમીદારોને આધારે આરોપી કુણાલ જેન્તીભાઇ સોલંકીને પોરબંદર મઢુલી પાન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઘર સળગાવવાનું કારણ
ફરિયાદી ખુશ્બુની બહેન ખુશી રીસામણે હતી.જેથી ખુશ્બૂનો બનેવી કુણાલ જેન્તીભાઇ સોલંકી તેની પત્ની ખુશીને ફરી સાસરે આવી જવા વારંવાર મનાવતો હતો પરંતુ પત્ની ખુશી ન માનતા કુણાલ સોલંકીએ જુનાગઢ મકાનમાં તેની માતા અને બહેન સાથે રહેતી પત્ની ખુશીને સબક શીખવાડવા જવલનશીલ પદાર્થ પૈકી આગ લગાડી હોવાનું પોલીસ ને જણાવાયું હતું.હાલ જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આરોપી કુણાલ સોલંકીને પોરબંદરથી પકડી પૂછતા જ માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપ્યો છે