મહેસાણા9 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં કોરોના કેસ વધવાની સંભાવનાને પગલે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા એલર્ટ બાદ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના કેસ આવે તો શું વ્યવસ્થા કરાઈ છે તેની ચકાસણી માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ પદાધિકારીઓની હાજરીમાં મહેસાણામાં મોકડ્રિલ કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામહિક આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલો મળીને કુલ-88 સરકારી દવાખાનામાં કોરોનાને લઈ બેડ, ઓક્સિજન પ્લાન્ટ, કોન્સન્ટ્રેટર સહિતની સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી.
સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોરોનાને લઈ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને કોન્સન્ટ્રેટરની કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનું ચેકિંગ સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય સહિત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું. રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા કરાયેલ વ્યસ્થાઓ બેડ, ઓક્સિજન પ્લાન્ટ,કોન્સન્ટ્રેટર સહિતની સુવિધાની ચકાસણી કરેલ તેમજ તે અંગે જરૂરી સુચનો આપવામાં આવી હતી.
હોસ્પીટલમાં કોવિડ માટે તૈયાર કરેલા બેડ અને ઓક્સિજનની માહિતી
- PAS plant 9
-O2 concentration 455
-Beds (without o2) 575
-Beds (with o2) 503
-ICU Beds 55
-ventilator 139
-Ambulance (BLS) 21
-Ambulance (ALS) 3
-O2 cylinder 600
ઉપરોકત વ્યવસ્થા હાલની પરિસ્થિતિ મુજબ કરેલ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ અનુસાર બેડની ક્ષમતા વધારવામાં આવનાર છે.