- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Killed While Taking Money From The Pocket Of A Youth Sleeping On The Footpath In Udhana, Surat, Police Cracked The Totally Blind Case
સુરત23 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઉધનામાં ફૂટપાથ પર થયેલ હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢ્યો.
સુરતના ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા ઇસમની હત્યા કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે 20 દિવસ બાદ ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ફૂટપાથ પર આરોપી સૂતો હતો. દરમિયાન મૃતકે બળજબરી ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા આરોપીએ છરી મારી દેતા આ સમગ્ર બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ઉધનામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
સુરતના ઉધના ત્રણ રસ્તા પાસે ગારમેન્ટની દુકાનના ઓટલા પર ગત 7 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે યુવકની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે ઉધના પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અને મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરી તે સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી હતી. બીજી તરફ આ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. ત્યારે હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સાત ટીમ બનાવી તપાસ કરી હતી
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે 7 ટીમ બનાવી હતી. અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ, રાતે ફૂટપાથ પર રહેતા લોકોની પૂછપરછ કરી સમગ્ર મામલે તપાસ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન મૃતકની ઓળખ ઉધના હિરાનગર પાસે રહેતા 28 વર્ષીય પ્રમોદ ગુલાબરાવ પાટીલ તરીકે થઇ હતી. તેમજ ઇમા ઉર્ફે લંબુ શંભુભાઈ ગાવિત નામના ઇસમેં હત્યા કરી હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું અને તે સુરત શહેર છોડીને ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
7 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે યુવકની લાશ મળી આવી હતી.
ખીસામાંથી રૂપિયા કાઢી લેતા હત્યા કરી દેવાય
ક્રાઈમ બ્રંચની ટીમે બાતમીના આધારે આરોપીને તેના વતન મહારાષ્ટ્રના સાવરટગામ ખાતે તપાસ કરી પકડી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા આરોપી છેલ્લા ૧૦ વર્ષથી સુરત શહેર ખાતે રોજગારી માટે આવતો જતો હતો. અને સાત માસ પહેલા સુરત આવી છૂટકમાં સેન્ટીગ કામની મજુરી કરી રાત્રીના ઉધના ત્રણ રસ્તા ખાતે સુતો હતો. દરમ્યાન મૃતક પ્રમોદ ગુલાબરાવ પાટીલ છેલ્લા કેટલાય સમયથી સુતેલા મજૂરો પાસેથી બળજબરીથી રૂપિયા લઇ તેઓને હેરાન પરેશાન કરતો હતો. અને આરોપી પાસેથી પણ બે થી ત્રણ વખત રૂપિયા લઇ લીધા હતા. દરમ્યાન ૭ ડીસેમ્બર ૨૦૨૨ એટલે કે બનાવના દિવસે આરોપી રાતે સુતો હતો ત્યારે મૃતક ત્યાં આવ્યો હતો અને તેને ઉઠાડી ખિસ્સામાં બળજબરી હાથ નાખી રૂપિયા કાઢવા લાગ્યો હતો જેથી આરોપીએ પોતાની પાસે રહેલી થેલીમાંથી ચપ્પુ કાઢી તેને છાતીના ભાગે મારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
થેલીમાંથી ચપ્પુ કાઢી તેને છાતીના ભાગે મારી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરી ભેદ ઉકેલ્યો
સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે આ ટોટલી બ્લાઈડ કેસ હતો, મૃતક અને તેની હત્યા કરનાર કોણ છે તેની કોઈ માહિતી ના હતી આ કેસ ઉકેલવા માટે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સમગ્ર ટીમને સ્પેશીયલ ઇનામ આપવામાં આવશે.