Tuesday, December 20, 2022

જામનગર શહેર સ્માર્ટ સિટી બને તે માટે મનપાની સામાન્ય સભામાં શાસક-વિપક્ષના સભ્યો હાથમાં પોસ્ટર રાખી ઉભા રહ્યા | In order to make Jamnagar a smart city, members of the ruling and opposition parties stood with posters in the general meeting of the municipality.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Order To Make Jamnagar A Smart City, Members Of The Ruling And Opposition Parties Stood With Posters In The General Meeting Of The Municipality.

જામનગર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજરોજ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને મળી હતી મળી હતી. જેમાં અધિકારી કર્મચારીઓનું આકસ્મિક અવસાન થાય તો કુટુંબીજનોને 25000 ની સહાય આપવા બાબત ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમજ સ્માર્ટ સિટી સર્વે અંગેની માહિતી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી. તેમજ કોર્પોરેટર માંથી ધારાસભ્ય બનેલા દિવ્યેશ અકબરી ને સામાન્ય સભામાં અભિનંદન પાઠવ્યા હતા સૌ પ્રથમ સભ્યશ્રીના સ્વજનો મૃત્યુ પામ્યા હતા તેના અનુસંધાને બે મિનિટનો શોક રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાન્ય સભા શરૂ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વના કોઈ એજન્ડા ન હતા અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી. જ્યારે પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના અધિકારી અશોક જોશી દ્વારા સ્માર્ટ સિટી માહિતી જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી હતી. જેમાં અત્યાર સુધીમાં 6,000 થી વધુ લોકોએ સર્વેમાં ભાગ લઈ ચૂક્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં પ્રશ્નોત્તરીના ચર્ચા ની વાત કરીએ તો પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખપી દ્વારા કર્મચારીઓની ભરતી કરવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સામાન્ય સભામાં કહ્યું હતું કે કર્મચારીઓનું સંખ્યાબળ ખૂબ જ ઓછું છે. દિવસેને દિવસે અધિકારીઓ ઓછા થાય છે એક એક અધિકારીઓ પાસે ત્રણથી ચાર ચાર્જ છે. જેને કારણે અધિકારીઓ ઉપર કામનું ભારણ વધે છે અને સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે અધિકારીઓને કામ માટે ફોન કરવાનું પણ મન નથી થતું અને અધિકારીઓ પાસે ફાઇલોના ઢગલા પડ્યા છે જેથી આ અંગે મહાનગરપાલિકામાં સેટ અપ અને ભરતી પ્રક્રિયા કરવી જોઈએ.

તેમજ વોર્ડ નંબર 12 ના વિપક્ષી નગરસેવિકા જેનબ ખફી તથા અસલમ ખીલજીએ સામાન્ય સભામાં રજૂઆત અને આક્ષેપો કર્યા હતા કે વોર્ડ નંબર 12 માં કામગીરીમાં મહાનગરપાલિકા ભેદભાવ રાખે છે. કાલાવડ નાકા બહાર આવેલા રંગમતી નાગમતી નદીના પુલ જર્જરીત હોય છેલ્લા દોઢ વર્ષથી રીપેરીંગની માંગણી કરવામાં આવી છે તો આ અંગે એન્જિનિયર દ્વારા સર્વે કરી આ પૂલ નવો બનાવવા ની વાત તો ઠીક અને રીપેરીંગ ની પણ જરૂર ન હોય તેવું પ્રશ્નોત્તરી ના જવાબમાં જણાવવામાં આવ્યું હતું. તેમજ આ પુલ પરથી ગત વર્ષે પાંચ ફૂટ જેટલું પાણી જતું હતું અને ફૂટપાથ ની ટાઇલ્સો પણ નીકળી ગઈ હતી અને પુલમાં સળિયા દેખાય છે છતાં થીગડા મારવામાં પણ નથી આવ્યા અને ઝડપથી આ કામને મરામત કરવામાં આવે તેવું મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીએ જણાવ્યું હતું કે જરૂરી મુજબ કામકાજ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે…

Related Posts: