બનાસકાંઠા (પાલનપુર)18 મિનિટ પહેલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા તંત્ર દ્વારા ટ્રાફિક સિગ્નલ તો ફિટ કરાયા, પરંતુ આ ટ્રાફિક સિગ્નલનું સંચાલન ન કરાતા શોભાના ગાંઠીયા સમાન બન્યા છે.

ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા જન આંદોલન છેડાયું હતુ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનોના માથાના દુઃખાવા સમાન બની છે. જો કે એરોમાં સર્કલ એ એવું સર્કલ છે કે, જેને નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઇવે મળતો હોવાથી આ સર્કલ પર મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા રહે છે, તેમજ દિવસના હજારો વાહનો પસાર થાય છે. આ ટ્રાફિકને કારણે અગાઉ અનેક લોકોની જિંદગી પણ હોમાઈ ચૂકી છે અને તેને જ કારણે આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પાલનપુરના શહેરીજનો દ્વારા એક જન આંદોલન છેડાયું હતું. જો કે તે બાદ સરકાર દ્વારા પાલનપુરને બાયપાસ આપવાની જાહેરાત સાથે એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા લાખોના ખર્ચે ટ્રાફિક સિગ્નલોનું ફીટીંગ તો કરી દેવાયું, પરંતુ સિગ્નલો ફિટ થયા બાદ 4 મહિનાથી વધુ સમય વીતવાં છતાં હજુ સુધી તેનું સંચાલન ન કરાતા લાખો રૂપિયાના ખર્ચે નાખાયેલા સિગ્નલો શોભાના ગાંઠીયા સમાન બન્યા છે.



