ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: Tv9 ડિજિટલ
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદ તરીકેના શપથ લીધા છે. આ સાથે જ તેઓ સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 પ્રધાનો પણ શપથગ્રહણ કર્યા છે. આ સાથે જ મંત્રીમંડળની 17 જણની ટીમ બની છે. જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભુપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલા કરવામાં આવ્યા છે. બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનું બાબરિયા આ આઠ નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે. જેમાં એક માત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા છે. તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડીંડોર, કુંવરજી બાવળીયાને રિપીટ કરવામાં આવ્યા છે.
સિદ્ધપુર વિધાનસભા બેઠક
બેઠક નંબર 19 સિદ્ધપુર ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારના પાટણ જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક છે. સિદ્ધપુર બેઠક પાટણ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. આ બેઠક જનરલ ગ્રામ્ય કેટેગરી હેઠળ આવે છે. ઉત્તર ગુજરાતની સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતનો ખુબજ પાતળી માર્જિનથી વિજય થયો છે. તેમને 91,187 મત મળ્યા છે, જ્યારે તેમના હરિફ અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને 88,373 વોટ મળ્યા છે. એટલે કે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે હાર અને જીતનો અંતર 2814 મતોનું છે.
કોણ છે બળવંતસિંહ રાજપૂત
સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે જેમણે કોંગ્રેસના ચંદનજી ઠાકોરને હરાવ્યા છે. બળવંતસિંહ રાજપૂત મૂળ સિદ્ધપુરના વતની છે. તેમનો જન્મ જૂન 1962 માં થયો હતો. તેમની પાસે રૂપિયા 1271095990ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે ૨૦૧૫/૨૦૧૬માં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. જે બાદ બલવંતસિંહ રાજપૂતને ભાજપે રાજસભાના સાંસદના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે.
રાજકીય સફર
બળવંતસિંહ સૌપ્રથમ વર્ષ 1981 માં કોંગ્રેસમાં જોડાયા ત્યાર બાદ 1982માં શહેરના યુવા પ્રમુખ બન્યા હતા. તેમજ 34 વર્ષની ઉંમરમાં તેઓ સિદ્ધપુર નગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની ચૂંટણી જીતીને 1995માં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. યુવાન અવસ્થામાં તેમને રાજકારણમાં પગ મુક્યો હતો. તેઓ કોંગ્રેસમાં વિધાનસભાના દંડક સુધી પદ મેળવી ચૂક્યા છે. તો ભાજપમાં તેઓ જીઆઇડીસીના ચેરમેન પણ રહ્યા હતા. આ વિધાનસભાની ચૂંટણી જીતી ત્રીજી વાર સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા છે.