​​​​​​​​​​​​​​પ્રાંતિજમાં માતાએ બે માસુમ બાળકીને દવા પીવડાવી પોતે પણ ગટગટાવી; હાલ તમામ સારવાર હેઠળ | In the province, the mother also fed two innocent baby children and herself; Currently all under treatment

સાબરકાંઠા (હિંમતનગર)6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એક ગામમાં સગી જનેતાએ પોતાની બે માસુમ દીકરીઓ સાથે પોતે પણ ઉધઇ મારવાની ઝેરી દવા પી લઇને જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દવા પીધા બાદ ઉલટીઓ થતા તાત્કાલિક માતા અને દીકરીઓને સારવાર માટે હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોતાની બે દીકરીઓથી કંટાળી ગયા હોવાના કારણે જીવન ટુંકાવાનો પ્રયાસ કર્યો હોવાનું માતાએ જણાવ્યું હતું. ત્યારે પ્રાંતિજ પોલીસ મથકમાં કડીયા કામ કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરનાર પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માતાએ બે દીકરીને દવા પીવડાવી દીધી
​​​​​​​
પ્રાંતિજના એક ગામમાં પરિણીત યુવક (ઉં.વ.36) તેમની પત્ની તથા 18 માસની દીકરી અને 8 માસની દીકરી સાથે રહેતા હતા. યુવક કડીયા કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હતો. યુવક રોજની જેમ ગુરૂવારે પણ સવારે તેના ઘરેથી કામ ઉપર નીકળી ગયો હતો. તે દરમિયાન તેમની પત્નીએ બે દિકરીઓને ઉધઇ મારવાની દવા પીવડાવી પોતે પણ પી ગઈ લીધી હતી. દવા પીધા બાદ અચાનક ઘરમાં ઉલટીઓ કરવા લાગતા ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને યુવતને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા. તે બાદ પત્ની અને બે માસુમ દિકરીઓને સારવાર માટે હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મથકમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો
​​​​​​​
આ બનાવ અંગે પોલીસે પરિણીતાની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેમની 18 માસની દિકરી અને 8 માસની દિકરી હેરાન કરતી હોવાથી કંટાળી ગયા હતા. તેમના પતિ કામ માટે ઘરની બહાર ગયા કે તરત જ થોડીવારમાં ઉધઇ મારવાની દવા પોતે તેમજ તેમની બે માસુમ દિકરીઓને પીવડાવી દીધી હતી. જોકે દવા પીધા બાદ ઉલટીઓ થવા લાગી હતી, જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે પ્રાંતિજ પોલીસ મથકમાં યુવકએ તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post