તૂણમૂલ નેતાને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપ્યા, સોશિયલ મીડિયામાં ફંડિગના નામે કૌભાંડ | Toonmool leader arrested in Ahmedabad cyber crime, scam in the name of funding in social media

અમદાવાદ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

તૂણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ફરી એક વાર ધરપકડ ગુજરાત પોલીસે કરી છે. મોટા પ્રમાણમાં આર્થિક કૌભાંડ કરવાના ગુનામાં સાકેતની ફરી એક વાર સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. સોસિયલ મિડીયા પર તેણે ફંડીગના નામે આર્થિક કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. તેવામા આ અંગે વધુ તપાસ સાઇબર ક્રાઇમે હાથ ધરી છે. અગાઉ પણ સાકેતે ખોટા સમાચાર બનાવડાવી વાઇરલ કર્યા હતા અને તેના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ સાકેત ગોખલેએ ગુરુવારે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, “મને ટ્રાન્ઝિટ રિમાન્ડ વિના અને સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના જયપુરથી અમદાવાદ સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં લેવાના સંદર્ભમાં આ કેસ કરવામાં આવ્યો છે.” જોકે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં તેણે ગુજરાત પોલીસ સામે ફરિયાદ કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે એક કાર્યક્રમ માટે જયપુર ગયા હતા ત્યારે અમદાવાદ પોલીસે વહેલી સવારે તેમની ધરપકડ કરી હતી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી તેવા સમયે સાકેત ગોખલેએ તેમના ટ્વિટર હેન્ડલ પર એક સમાચાર ક્લિપિંગ શૅર કર્યા હતા. આથી કોઈપણ ચકાસણી વિના ખોટી માહિતી ફેલાવવાના આરોપ હેઠળ જયપુરથી તેમની ધરપકડ કરાઈ હતી. આમ સાકેતે એવા સમચાર ફેલાવ્યા હતા જે ખોટા હતા અને તે સમચાર આરટીઆઇમાં બહાર આવ્યા ન હતા છતાં તેમા બહાર આવ્યા હોવાનું લખીને બહાર પાડવામાં આવ્યા હતા. તે સમાચાર સોસિયલ મિડીયા પર પણ વાઇરલ થયા હતા. તપાસ દરમિયાન સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું હતુ અને આવી કોઇ માહિતી માંગવામા કે મંગાવવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી ધરપકડ કરી હતી.

પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમ બ્રાંચમાં વધુ એક ગુનો સાકેત સામે દાખલ થયો હતો. જેમાં સાકેતે ખોટી રીતે ફંડની માંગણી કરી હતી. જેમાં મોટી માત્રામાં આર્થિક કૌભાંડ આચર્યું હતુ. ગુજરાત સહિતના રાજ્યોમાં કૌભાંડ આચરાયું હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે આ અંગે ગુનો દાખલ કરી સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ક્રાઇમે આ ગુનામાં સાકેત ગોખલેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Previous Post Next Post