Friday, December 16, 2022

વડોદરામાં અગાઉ ત્રણ નિકાહ કરી ચુકેલ પતિએ પત્નીને તલાકની ધમકી આપી કહ્યું તારા જેવી ઘણી છોકરીઓ મળી જશે | In Vadodara, the husband who had previously done three nikahs threatened his wife with divorce and said that many girls like you will be found.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, The Husband Who Had Previously Done Three Nikahs Threatened His Wife With Divorce And Said That Many Girls Like You Will Be Found.

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ તલાકની ધમકી આપી દહેજ માટે બે લાખ રૂપિયા માગ્યા તેમજ હજુ પાંચમા લગ્ન અન્ય યુવતી સાથે કરવા છૂટાછેડા માટે દબાણ કર્યાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

પતિના અગાઉ ત્રણ નિકાહ થયા હતા
મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાની યુવતીના નિકાહ ગત વર્ષે વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં રહેતા સકીલ હારૂનભાઇ વ્હોરા સાથે થયા હતા. સકીલ વ્હોરાના અગાઉ અગાઉ ત્રણ વખત નિકાહ થઇ ચુક્યા હતા અને અગાઉની પત્નીઓથી બે સંતાન છે. જ્યારે પરિણીતાને પહેલા લગ્નથી સંતાન છે.

પતિની ધમકી તું તલ્લાક આપી દે
નિકાહના છ મહિના બાદ પતિ સકીલે પત્ની સાથે નાની નાની વાતોમાં ઝગડા શરૂ કર્યા હતા. તેમજ ઘર ખર્ચ માટે રૂપિયા આપવાનું બંધ કર્યું હતું. સાથે તારા પિતાના ઘરેથી દહેજમાં કંઇ લાવી નથી તેવા મ્હેણા મારી મારઝૂડ કરતો હતો. ત્રણ મહિના પહેલા પતિએ પરિણીતાને કહ્યું હતું કે, તું મને પસંદ નથી. મારે તારી સાથે રહેવું નથી. મારે બીજા લગ્ન કરવા છે. તુ મને તલ્લાક આપી દે અને તારા જેવી કેટલીય છોકરીઓ મળી જશે તેની સાથે લગ્ન કરી લઇશ.

જાનથી મારી નાખવાની ધમકી
દોઢ મહિના પહેલા પરિણીતા પિયર મધ્ય પ્રદેશથી આવી ત્યારે તારા પિતા પાસેથી બે લાખ રૂપિયા કેમ લઇને આવી નથી કહી તલાકની ધમકી આપી હતી. તેમજ તુ ઘરમાંથી નિકળી જા પાછી આવતી નહીં તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્રણ લાફા ઝીંકી દીધા હતા. આ મામલે પરિણીતાએ પતિ સામે સિટી પોલીસ સ્ટેશનમાં દહેજ, મારઝૂડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: