કુલદીપ યાદવ 22 મહિનાથી તક માટે રાહ જોઈ રહ્યો હતો. ગત વર્ષ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યા બાદ તે ટીમ ઈન્ડિયાથી સતત બહાર ચાલી રહ્યો હતો. હવે કરિયરની 8મી ટેસ્ટમાં ખુદને સાબિત કરી રહ્યો છે.

Kuldeep Yadav એ પાંચ વિકેટ ઝડપી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતીય બેટ્સમેનોએ કમાલનુ પ્રદર્શન કર્યા બાદ હવે ભારતીય બોલરોએએ જબરદસ્ત બોલિંગ હુમલો કર્યો છે. યજમાન ટીમ ભારતીય બોલીંગ આક્રમણ સામે ઘૂંટણીયે આવી ચુકી છે. ખાસ કરીને કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે કમાલનુ પ્રદર્શન કર્યુ છે. ચાઈનામેને બાંગ્લાદેશ સામે 5 વિકેટ ઝડપવાની સિદ્ધી મેળવી છે. ત્રીજા દિવસની રમતની શરુઆતે જ કુલદીપે ઈબાદત હુસૈનનો શિકાર કર્યો હતો. આમ આ તે ઈનીંગમાં પોતાનો પાંચમો શિકાર બન્યો હતો. રમતના બીજા દિવસે કુલદીપે 4 વિકેટ ઝડપી હતી.
કુલદીપ યાદવે પોતાની 8 મેચની ટેસ્ટ કરિયરમાં આ ત્રીજી વાર પાંચ વિકેટ ઝડપી છે. આ પહેલા તે ઓસ્ટ્રેલિયા અને ભારતમાં આ પ્રકારે પાંચ વિકેટની ક્લબ જોઈન કરી હતી. કુલદીપ યાદવને લાંબી રાહ જોયા બાદ ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. પાંચ વર્ષથી વધારે લાંબી કરિયરમાં માત્ર તે 8મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 7મી ટેસ્ટ મેચ તે ગત વર્ષ ફેબ્રુઆરીમાં રમ્યો હતો. હવે તક મળતા જ તેણે પોતાને સાબિત કરતુ પ્રદર્શન દર્શાવ્યુ છે.