સૌથી પહેલાં 991 પ્લેયરનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં 405 પ્લેયરને ફાઈનલ કરવામાં આવ્યા છે.
છેલ્લે જાહેર કરેલ યાદીમાં 273 ભારતીય પ્લેયર છે અને 132 વિદેશી પ્લેયર છે. ચાર વિદેશી પ્લેયર સહયોગી દેશના છે.
કુલ કેપ્ડ પ્લેયર 119 છે અને 282 અનકેપ્ડ પ્લેયર છે, જેમાં 4 પ્લેયર સહયોગી દેશના છે.
ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ, ઓસ્ટ્રેલિયાનો કેમરોન ગ્રીન અને પંજાબ કિંગ્સનો પૂર્વ ખેલાડી મયંક અગ્રવાલ (સ્કિપર) જેવા દિગ્ગજ પ્લેયરનું નામ શામેલ છે. આ તમામ પ્લેયરની હરાજી કરવામાં આવશે.
બેન સ્ટોક્સ અને કેમરોન ગ્રીન સહિત 19 પ્લેયરની 2 કરોડથી વધુની ઉચ્ચ કિંમતે હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બે અથવા ત્રણ ફ્રેન્ચાઇઝી ટીમો આ ખેલાડીઓ પર 15થી 17 કરોડનો દાવ લગાવી શકે છે.
હરાજીની યાદીમાં 11 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ ખેલાડીઓની યાદીમાં મયંક અગ્રવાલ, લખનઉ સુપર જાયન્ટ્સના પૂર્વ બેટ્સમેન મનીષ પાંડે શામેલ છે. જેના માટે ખૂબ જ મોટી બોલી લગાવવામાં આવશે. અનુભવી પ્લેયર ઈશાંત શર્મા અને અજિંક્ય રહાણે વિશે આ પ્રમાણે બિલ્કુલ પણ કહી શકાય નહીં. આ ખેલાડીઓએ પોતાની કિંમત રૂ. 50 લાખ રાખી છે.
રાઈઝિંગ ઈંગ્લિશમેન હેરી બ્રૂકે પોતાની બેઝ પ્રાઈસ રૂ. 1.5 કરોડ રાખી છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ અને LSG તથા મહત્તમ ઉપલબ્ધ સ્લોટ અનુક્રમે 11 અને 10 છે. દિલ્હી કેપિટલ માટે ન્યૂતમ 5 સ્લોટ છે.
KKR પાસે ઓછામાં ઓછા રૂ. 7.2 કરોડ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે રૂ. 42.25 કરોડ અને 13 સ્પોટ ઉપલબ્ધ છે. અગાઉની IPL સીઝનમાં ખરાબ પ્રદર્શન થવા છતાં પણ પ્લેયરની ખરીદી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Auction, IPL 2022, Ipl mega auction, IPL Retention