Friday, December 23, 2022

કોરોનાની સંભવિત લહેરને લઇ જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાએ જીજી હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા કરી | Jamjodhpur MLA Hemant Khawa visited GG Hospital and reviewed the possible wave of Corona

જામનગર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં જામજોધપુરના નવનિયુક્ત ધારાસભ્ય હેમંત ખવા જી.જી હોસ્પિટલના તબીબી અધ્યક્ષ સાથે આગામી સમયમાં કોરોનાની લહેરની શક્યતાને ધ્યાનમાં લઈને જી.જી હોસ્પિટલમાં કોરોનાની તૈયારી લઈને બેઠક યોજી હતી.

વિશ્વમાં જયારે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે જામનગરની જી.જી. હોસ્પિટલની મુલાકાત લઇ અને ત્યાંના સુપ્રીટેન્ડન્ટ ડો. તિવારી, ડીન ડો. નંદિની દેસાઈ, ડો.અજય તન્ના અને ડો. વસાવડા સાથે ચર્ચા -વિચારણા કરી. તેમજ જામજોધપુર-લાલપુર વિસ્તાર મા પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા નિવેદન કર્યું. સૌ સાથે મળી કોરોના થી બચવા તૈયારી કરીએ જેથી કરીને આવનાર સમય મા મોટી આફતથી બચી શકાય.

ધારાસભ્યએ ડોક્ટરો તથા સ્ટાફનું ઘટતા મહેકમનું લિસ્ટ માગ્યું હતું. તેમજ જીજી હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટ વિશે માહિતી મેળવી અને જામનગરની જીજી હોસ્પિટલમાં ત્રણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત તેની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સેટઅપ મેકમ નું લિસ્ટ અમે તમને આપીશું ડોક્ટરો અને સ્ટાપની શું ઘટ છે લિસ્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.

આગામી સમયમાં કોવિડ સંભવિત લહેર આવે તો વ્યવસ્થિત રીતે દર્દીઓને સમયસર સારવાર થાય એના માટે અમારી ખાસ રજૂઆત કરવામાં આવી હતી. જી.જી હોસ્પિટલમાં કોવિડને લગતની તૈયારીઓની માહિતી મેળવી અને તમામ પ્રકારની દર્દીઓને સારવાર મળી રહે તે માટે રજૂઆત કરી તેમ જ વધુમાં તબીબી અધ્યક્ષ સાથે બેઠકમાં ખાસ કરીને ડોક્ટરોની ઘટ હોય તો અમને જણાવો એટલે અમે સરકારમાં રજૂઆત કરી અને જામજોધપુર વિસ્તારના લોકોને પણ હોસ્પિટલમાં સારી સારવાર મળી રહે તેવી પણ ચર્ચા તબીબી અધિક્ષક ડોક્ટર તિવારી સાથે ધારાસભ્ય હેમંત ખવા તેમજ આગેવાનોએ કરી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: