Friday, December 23, 2022

ક્રાઈમની દુનિયાનો બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ આઝાદ થયો

એક સમયે જેને દુનિયાના 9 દેશોની પોલીસ શોધી રહી હતી, માથાનો દુખાવો થઈ ચુક્યો હતો. દુનિયા જેને બિકિની કિલરના નામથી ઓળખતી હતી. ક્રાઈમની દુનિયાનો ડાકુ કહેવાય તે શખ્સ હવે આઝાદ થઈ ગયો છે. જી હાં…દુનિયાભરમાં ઠગ અને સીરિયલ કિલીંગ માટે કુખ્યાત ચાર્લ્સ શોભરાજ હવે ખુલી હવામાં શ્વાસ લઈ શકશે.

ડબલ મર્ડર માટે મળી હતી સજા

બે વિદેશી પર્યટકોની હત્યાના આરોપમાં તે 19 વર્ષથી નેપાળની જેલમાં બંધ હતો. 2004માં નેપાળની સુપ્રીમ કોર્ટે તેને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તે આજીવન 20 વર્ષની જેલ હોય છે, પણ ચાર્લ્સ શોભરાજની ઉંમર અને તબિયત જોતા તેને સુપ્રીમ કોર્ટે સજા પુરી થાય તે પહેલા એક વર્ષ અગાઉ છોડી મુક્યો હતો. સાથે જ આદેશ આપ્યો કે, તેને જેલમાંથી નીકળવાની અંદર 15 દિવસમાં ફ્રાંસ ડિપોર્ટ કરી દેવામાં આવે. નેપાળની સુપ્રીમ કોર્ટના જજ સપના પ્રધાન મલ્લા અને તિલ પ્રસાદ શેષ્ઠની બેંન્ચે 78 વર્ષના શોભરાજની એક અરજી પર ચુકાદો સંભાળતા આ ચુકાદો આપ્યો હતો.

વર્ષ 2004માં મળી હતી આજીવન કેદની સજા

ચાર્લ્સને છેલ્લે નેપાળની રાજધાની કાઠમાંડુના એક કસીનોમાંથી 2003માં ધરપકડ કરવામાં આવ્યો હતો. જો કે, ત્યારે નેપાળ પોલીસે તેના વિરુદ્ધ 28 વર્ષ જૂનો કેસ ફરી વાર ખોલ્યો. જેમાં તેના પર નકલી પાસપોર્ટથી મુસાફરી કરવાની સાથે સાથે એક અમેરિકી અને એક કેનેડિયન છોકરીની હત્યા કરવાનો આરોપ હતો. આ આરોપમાં તેને 2004માં 20 વર્ષની જેલની સજા થઈ હતી.

વિદેશી મીડિયાને જેલમાંથી આપ્યા હતા ઈન્ટરવ્યૂ

આમ તો ચાર્લ્સની આખી જિંદગી એકથી એક ચડિયાતી કહાનીઓથી ભરેલી છે, જેમાં ક્રાઈમની દુનિયાના ખતરનાક પાસાથી લઈને કાયદાની મજાક ઉડાવતા ઢગલાબંધ કિસ્સાઓ સંઘરાયેલા છે. પણ છેલ્લે 2021માં તેણે સમગ્ર દુનિયામાં સનસની મચાવી દીધી. જ્યારે તેણે નેપાળની જેલમાં બંધ હોવા છતાં વિદેશી મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા હતા.

થાઈલેન્ડમાં પાંચ છોકરીઓની હત્યાનો આરોપ

ચાર્લ્સ શોભરાજ પર 1972માં થાઈલેન્ડમાં પાંચ છોકરીઓની હત્યાનો આરોપ લાગ્યો હતો. જે બાદ તેનું નામ બિકિની કિલર પડ્યું હતું. ત્યાંના કાયદા મુજબ આટલી હત્યા બાદ ચાર્લ્સને ફાંસીની સજા મળવાનું લગભગ નક્કી હતું. પણ ત્યાંના કાયદામાં એક શરત હતી કે, તેને 20 વર્ષની અંદર જ મળવી જોઈએ અને કાયદાની આ શરતથી ચાર્લ્સે પોતાની જિંદગીનું હથિયાર બનાવી લીધું. ચાર્લ્સ હવે કોઈ પણ ભોગે થાઈલેન્ડ પોલીસના હાથમાં જવા માગતો નથી. ત્યાર બાદ તેને સીધો 1976માં ભારતમાં પકડી લેવામાં આવ્યો.

થાઈલેન્ડ ડિપોર્ટ કરી દેવાનો ડર

અહીં પણ તેના પર કેટલાય ફેંચ ટૂરિસ્ટને નશીલી વસ્તુ ખવડાવીને લૂંટફાટ કરવાનો આરોપ હતો. ધરપકડ બાદ તેને દેશની સૌથી સુરક્ષિત જેલ એટલે કે દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો. તે ગુનામાં તેને સજા પણ થઈ અને બાદમાં 1986માં તે છુટી ગયો. હવે ચાર્લ્સ ફરી એક પોતાની ક્રાઈમની દુનિયામાં એક્ટિવ થઈ ગયો. કેમ કે છુટ્યા બાદ તેને થાઈલેન્ડ ડિપોર્ટ કરી દેવાનો ખતરો હતો. જ્યાં તેને મોતની સજા થઈ શકતી હતી. એટલા માટે તે પોતાની સજા ખતમ થાય તે હેલા જેલ તોડીને ભાગવાનો ઈરાદો કર્યો.

Published by:Pravin Makwana

First published:

Related Posts: