કમાભાઈમે લોકડાયરા કલાકાર કીર્તીદાન ગઢવીએ નામના અપાવી હતી. એક આવા જ વિડીયોમાં જોવા મળ્યું હતું કે કમાભાઈ તેઓના એક લોકગીત પર ઝૂમવા માંડ્યા હતા અને કીર્તીદાને તેઓને બોલાવીને પોતાની પાસે બેસાડયા હતા. ત્યાર પછીથી તેઓને ખૂબ નામના મળી છે. અનેક ડાયરામાં કમાભાઈ નાચતા જોવા મળ્યા હતા અને ગુજરાતનાં ખૂણે ખૂણે જાણીતા બની ગયા હતા.
હવે ફરીથી આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહેસાણાના ડેડીયાસણના એક ડાયરામાં કીર્તીદાન જીવણજી ગીત પર સૂરો છેડી રહ્યા છે. કમાભાઈ તેઓની બાજુમાં જ બેઠા છે. તેઓ પૈસાની નોટો ભેગી કરે છે અને થોડી વાર પછી તેઓ પોતાની જગ્યા પરથી ઊભા થઈ નાચવા લાગે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab Gajab, Kirtidan Gadhavi, Mahesana, અજબ ગજબ, ડાયરો