કચ્છની અંતરિયાળ શાળાઓમાં મધ્યાહ્ન ભોજનમાં રોજ જમાડાય છે ખારી ભાત | Khari Bhaat is served as mid-day meal in Kutch's remote schools

ભુજ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બન્ની- પચ્છમ, ખડીર, પ્રાંથળ, ગરડા પંથકના બાળકો પોષણયુક્ત આહારથી વંચિત

ધોરણ 1થી 5 પ્રાથમિક અને ધોરણ 6થી 8ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને સરકારી શાળામાં મધ્યાહ્ન ભોજન આપવાનું હોય છે અને તે સરકારી ધારાધોરણો મુજબ આપવાનું હોય છે. એક બાજુ સરકાર બાળકોને પોષણયુક્ત આહાર માટેના પ્રયાસો કરી રહી છે અને યોજનાઓમાં સુધારા કરે છે. બીજી બાજુ, કચ્છમાં અમલીકરણમાં લોલમલોલ ચાલતું હોવાની ફરિયાદ સામે આવી છે. મધ્યાહ્ન ભોજન અંતર્ગત પોષણયુક્ત આહાર આપવાની તો વાત દૂર પણ નિયમ મુજબની વાનગીઓ બાળકોને નથી પીરસાતી અને ભુજ તાલુકાના બન્ની પચ્છમ તથા ભચાઉ અને રાપરના સરહદી ગામોમાં રોજ માત્ર ખારીભાત જમાડાતા હોવાની આંતરિક ફરિયાદ સામે આવી છે.

સરહદી વિસ્તારમાં શિક્ષકોની ઘટ સહન કરતા વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ વાર મુજબનું ભોજન અને નાસ્તો નથી આપવામાં આવતા તેવો આક્ષેપ કરતાં વાલીઓએ જણાવ્યું હતું. સરકારના મધ્યાહ્ન ભોજન વિભાગ દ્વારા અઠવાડિયામાં સોમથી શનિવાર સુધી અલગ અલગ વાનગીઓ બાળકોને જમાડવાની હોય છે.

આ ઉપરાંત વાર મુજબ નાસ્તો પણ આપવાનો હોય છે. તેમ છતાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન સંચાલકો દ્વારા રોજ ખારી ભાત પીરસી દેવામાં આવે છે. રોજ માત્ર ખારી ભાત આપવામાં આવતા હોવાથી બાકીનું અન્ન સગે વગે કરવામાં આવે છે કે કેમ તે તપાસનો વિષય છે.

આ અંગે મધ્યાહ્ન ભોજન યોજનાના ઇન્ચાર્જ નાયબ કલેકટર ડો. મેહુલ બરાસરાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આવી કોઇ ફરિયાદ તેમની પાસે આવી નથી પરંતુ કોઇ માહિતી કે ફરિયાદ આવશે તો ચકાસણી કરાશે.

પ્રા. શાળાઓમાં વાર મુજબ જાહેર કરાયેલું મેનુ
દિવસ પ્રથમ ભોજન નાસ્તો સોમવાર વેજીટેબલ ખીચડી અથવા ખારીભાત સુખડી મંગળવાર ફાડા લાપસી અને શાક અથવા મુઠિયા અને શાક કઠોળ ચાટ બુધવાર વેજીટેબલ પુલાવ મિક્ષદાળ અથવા ઉસળ ગુરૂવાર દાળ ઢોકળી કઠોળ ચાટ શુક્રવાર દાળ ભાત મુઠિયા શનિવાર વેજીટેબલ પુલાવ કઠોળ ચાટ

અન્ય સમાચારો પણ છે…