Kites were made in the city of Bharuch for years, famous all over India amb – News18 Gujarati
હાલ ભરુચ શહેરમાં પતંગનો વેપાર કરતાં વેપારીઓ ખંભાત,અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાંથી પતંગ ખરીદી કરી વેચાણ કરતાં થયા છે.પતંગ બનાવવાનું કાંચુ મટિરિયલ મોંઘું મળી રહ્યું છે.
જેને કારણે તેઓ મુઝવણમાં મુકાયા છે. પતંગના વેપારીઓ પણ મળતા નથી. જેથી તેઓ વારસો ટકાવી રાખવા માટે ગુલામ મહમદ એકલા જ પતંગ બનાવી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે.
ભરૂચના પતંગના વિવિધ પ્રકારોથી નવી પેઢી અજાણ
આંખેદાર,અધીદર,ચેટેપટે દાર સહીત 12 જાતની પતંગના પ્રકારો વિષે નવી પેઢી અજાણ છે અને પતંગના કારીગર નજીવા દરે પતંગનું વેચાણ કરે છે. વર્ષોથી ભરૂચના પતંગ ગુજરાતમાં ડંકો વગાડતા હતા.ભરૂચ પતંગ માટે પણ જાણીતું હતુ.
નજીવા ભાવે પતંગનું કારીગર કરે છે વેચાણ
હાલ પીર કાઠી વિસ્તારમાં રહેતા ગુલામ મહોમદ ગુલામ રસુલ શેખ 1 પંચો એટલે કે 5 પતંગના 30થી 25 રૂપિયામાં વેચાણ કરે છે.
પતંગ રસિકોને સહેલાઈથી મળે તે માટે હોલસેલમાં પણ વેચાણ કરે છે.હાથથી બનાવેલ પતંગનું ચલણ વધુ છે ત્યારે તેઓ નજીવા ભાવે પતંગોનું વેચાણ કરે છે.
એક દિવસમાં 100 જેટલી પતંગો બનાવે છે
પતંગ બનાવી ઘર બહાર જ તેનું વેચાણ કરે છે. હાલ તેઓ એક દિવસમાં 100 જેટલી પતંગ બનાવે છે. પહેલા તેઓ 1000 જેટલી પતંગ બનાવતા હતા. ઉત્તરાયણ પર્વના બે મહિના પહેલા તેઓ પતંગ બનાવાની શરૂઆત કરે છે. મોંઘવારીને પગલે તેમજ પતંગ બનાવવા માટેના વધતા જતા મશીનોના પગલે તેઓ ઉદાસીન બન્યા છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bharuch, Family, Kite Festival, Local 18
Post a Comment