Nidhi Dave, Vadodara: હાલ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. શહેરના કારીગરો પતંગ બનાવી રહ્યા છે અને ઘણી જગ્યાએ પતંગને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કૈલાશબેન અને એમનો પરિવાર છેલ્લા 20થી વધુ વર્ષથી પતંગનો વ્યવસાય કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આખો પરિવાર પતંગ બનાવવા બેસી જતો હોય છે.
પતંગના ભાવમાં સામાન્ય વધારો
પતંગ બનાવવા માટે ત્રિવેણી કાગળ અને કમાન માટે વાંસની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે પતંગના ભાવમાં અંશતઃ વધારો નોંધાયો છે. કારણ કે કાગળ, ગુંદર અને વાંસના ભાવોમાં વધારો નોંધાયો છે.
જેથી આ વર્ષે પતંગના ભાવો થોડા વધારે રહેશે. 80 થી 100 રૂપિયે કોડીનો ભાવ રહેશે અને મોટા પંતગનો ભાવ 250 થી 300 રૂપિયે પંજો રહેશે.
પરંતુ કારીગરોનોના કહેવા પ્રમાણે શહેરીજનો ખૂબ જ ઉત્સાહભેર આ વર્ષે પતંગ ખરીદશે અને ઉડાવશે પણ ખરા.
એક પતંગ બનાવતા 10 મિનિટ લાગે
પતંગ બનતા 10 મિનિટે જેટલો સમય લાગતો હોય છે. કારણ કે, એક પતંગને પાંચ વખત હાથમાં લેવી પડે છે અને એના પર કામ કરવું પડતું હોય છે. કારીગરો સવારના ઊઠે ત્યારથી બેસી જતા હોય છે.
અને રાતના મોડે સુધી પતંગ જ બનાવવાનું કામ કરી રહ્યા છે. કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પતંગો બનતી જોઈને બજારોમાં પણ રોનક ફેલાઈ ગઈ છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Post a Comment