Header Ads

unique initiative for mental health was undertaken by a youth group in Surat mts – News18 Gujarati

Mehali Tailor, Surat: દલાતી જતી જીવન શૈલી સાથે લોકોની જીવન જીવવાની પદ્ધતિ પણ બદલાય છે. સાથે લોકોની માનસિક સ્થિતિ પણ ઘણી બદલાઈ છે. જેને લઇ યુવાનોમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનનું પ્રમાણ વધ્યું છે. સ્ટ્રેસ અનુભવતા યુવાનો માટે સુરતના મોક્ષા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં આ ગ્રૂપના લોકો આંખ પર પટ્ટી બાંધી યુવાનો ઉભા રહ્યા જેથી તેમની પાસે કોણ આવ્યું છે તે તેમને પણ ખબર પડે.

સુરતમાં અલગ અલગ જગ્યાએ યોજાતી ઇવેન્ટ માંથી એક ઇવેન્ટમાં યુવા ગ્રુપ દ્વારા આંખો પર પટ્ટી બાંધી અને હાથમાં બોર્ડ લઇ અલગ અલગ જગ્યાએ ઊભા રહીને બોર્ડ પર એક મેસેજ લખવામાં આવ્યો હતો.

જેમાં અલગ અલગ બોર્ડ પર અલગ અલગ મેસેજ લખવામાં આવ્યો હતો એક બોર્ડ પર લખવામાં આવ્યું હતું કે .”જો કોઈ વ્યક્તિનો દિવસ ખરાબ ગયો હોય તો તે અહીંયા વ્યક્તિને મળે તેની પાસેથી એક ગુલાબનું ફૂલ લઈ અને તેને આલિંગન આપી અને ખરાબ દિવસને ભૂલીને ખુશી ભરી સાંજની મજા લે

તમારા શહેરમાંથી (સુરત)

તો બીજા બોર્ડ પર લખવામાં આવ્યું હતું કેજો કોઈ વ્યક્તિને પોતાની મનની વાત હેરાન કરતી હોય અને તે વાત કોઈ બીજાને કરી શકતા હોય તો તે વ્યક્તિ અહીંયા વાત કરે અને એક ગુલાબનું ફૂલ લે જેથી તેના મનનો ભાર હલકો થાયયુવાનો દ્વારા આંખ પર પટ્ટી એટલે બનવામાં આવી હતી કે જે કોઈપણ વ્યક્તિ ત્યાં આવે પોતાની વાત કહે કે ત્યાંથી ફૂલ લઈ તો તે વ્યક્તિ તેમને પણ ખબર પડે અને સામેના વ્યક્તિ પણ તેને જોઈ શકતો જોઈ શકતો નથી તે વિચારીને વધારે ખુલાસથી વાત કરી શકે.

કાગળ પર મેસેજ લખી લોકોને આપવામાં આવ્યું

સિવાય અહીંયા આવતા લોકોને ગ્રુપ દ્વારા એક સિક્રેટ મેસેજ પણ કાગળ પર લખીને આપવામાં આવે છે.જેથી કોઈ વ્યક્તિને થોડી પણ માટે પણ શાંતિ મળે. આમ યુવાનો દ્વારા એક અલગ અને અનોખી રીતે લોકોના ડિપ્રેશનને દૂર કરવાનો અને મેન્ટલ હેલ્થ સારી કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

First published:

Tags: Local 18, સુરત

Powered by Blogger.