સમગ્ર પરિવાર સર્કસમાં
આ સર્કસમાં ઘણા કલાકારો બાળપણથી જોડાયેલા હોય છે. એમાં ખાસ કરીને આખો પરિવાર જ સર્કસમાં જોવા મળતો હોય છે. એમાં સર્કસમાં સાયકલ અને રીંગના કરતબો કરતી શમા છેલ્લા 15 -16 વર્ષથી સર્કસમાં કામ કરે છે. તેઓ મૂળ આગ્રાના છે. શમાએ જણાવ્યું હતું કે, હું બાળપણથી સર્કસમાં કામ કરું છું.
સર્કસ જ અમારો પરિવાર છે. હું, મારી મમ્મી, પાપા, નાની બહેન, દાદા દાદી..આખો પરિવાર સર્કસમાં જ છે. ભણવાનો શોખ હતો.પરંતુ પરિવાર આમાં હતો તો હું પણ આમાં જોડાઈ ગઈ. હું રિંગ વાળો એક્ટ અને સાયકલિંગ કરું છું. એક બાળપણથી જ કરતી આવી છું એટલે ડર નીકળી ગયો છે.
તમારા શહેરમાંથી (વડોદરા)
ભણવું હતું પણ ભણી ન શકી
શમાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળપણમાં ભણવું હતું. પણ મારા દાદા- દાદી જ્યાં જ્યાં સર્કસમાં લઈ જાય ત્યાં બેસીને ભણતી હતી. પરંતુ એમના જતા રહ્યા પછી અમે આ જ સર્કસમાં જોડાઇ ગયા અને અત્યારે કામ કરી રહ્યા છીએ. અત્યારે હું, પાપા, મમ્મી અને બહેન છે. ખાસ તો મારે સારું ભણીગણીને બહાર નોકરી કરવા જવું હતું. પણ હવે આ સકર્સ જ અમારી દુનિયા છે.
સર્કસ જ અમારા માટે એક ગામ
શમાએ જણાવ્યું હતું કે, બહારની દુનિયા બહુ જ અલગ છે. સર્કસમાં અમે એક ગામડાની જેમ એક પરિવાર થઈને રહીએ છે. બહારની દુનિયામાં બધા પોતાની લાઈફમાં વ્યસ્ત હોય છે. પણ અહીંયા અમે 300-400 લોકો એક સાથે રહીએ છે. જો વધારે લોકો સર્કસ જોવા આવે તો અમને પણ મજા આવે. હવે પહેલી જેટલી મજા નથી રહી. આખું વર્ષ અલગ અલગ શહેરમાં જવું પડે છે. કોરોના વખતે સર્કસના માલિકે ઘણો સાથ આપ્યો, પણ સરકારે કોરોના બધાને મદદ કરી પણ અમને કોઇ સહકાર પ્રાપ્ત થયો નહિ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર