Nidhi Dave, Vadodara: વડોદરા શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 200 જેટલા જવાનો અનફિટ નોંધાયા હતા.આ જવાનોની તંદુરસ્તી માટે ખાસ યોગ નિષ્ણાંત અને ડાયેટિશય નના માર્ગદર્શન હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ASI ભારતીબેને 90 દિવસમાં 89.5 કિલો વજનમાંથી 21 કિલો વજન ઘટાડ્યું છે. જેથી વડોદરા પોલીસ કમિશનરે ‘ કોપ ઓફ ધ મન્થ ’ તરીકે સન્માન કરી તેમને મનપસંદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું છે.
હું ખુબ જ ખુશ છું : ભારતીબેન
ભારતીબેને જણાવ્યું હતું કે, હું છેલ્લા 27 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું. કોરોનાકાળમાં અકસ્માતના કારણે વધુ પડતા આરમથી વજન વધી ગયું હતું. જેમાં મારુ વજન 89.5 થઈ ગયું. જેમાં પોલીસ કમિશનર દ્વારા ખાસ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.
વજન ઉતાર્યા બાદ મને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં જાહેર કર્યા અને મને વારસિયા પોલીસ સ્ટેશનમાંથી મને ગમતું હરણી પોલીસ સ્ટેશન માટે ફરજ સોંપવામાં આવી છે. જેને લઈને હું ખુબજ ખુશ છું.
ભારતીબેને જણાવ્યું હતું કે, વજન ઘટવાને કારણે જાણે કે પોતાનામાં એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ આવી ગઈ છે.
જેને લીધે હવે થાક પણ નથી લાગતો અને વધુ કામ કરવાની ઈચ્છા થાય છે.મારી ચરબીએ શક્તિમાં રૂપાંતરિત થઈ ગઈ છે. અઠવાડિયામાં બે દિવસ યોગા માટે હું જતી હતી. મેં મારું ડાયટ ચાલુ રાખ્યું છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર