Saturday, December 31, 2022

વડાપ્રધાનના બા સ્વર્ગસ્થ થતા કચ્છની માંડવી પાલિકા બંધ રહી! | The Mandvi municipality of Kutch was closed due to the passing away of the Prime Minister!

માંડવી18 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • લોકાર્પણ સાથે કામ ચાલુ રાખવાના PMના સંદેશ વચ્ચે
  • બે મિનિટના મૌન બાદ આખી કચેરીના દરવાજે લાગ્યા તાળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબેનનું શુક્રવારે 3.30 વાગે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરંતુ, માતાને અંતિમ સંસ્કાર અાપવાની ફરજ અદા કર્યા બાદ લોકાર્પણ અને ખાતમુહૂર્તના પૂર્વ અાયોજિત કાર્યક્રમો યોજીને કામ ચાલુ રાખવાનો સંદેશ અાપ્યો હતો. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી શાસિત માંડવી નગરપાલિકાને બે મિનિટના માૈન બાદ કચેરીના દરવાજાને તાળાં મારી કામથી અળગા રહ્યા હતા!

મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની પ્રથમ વંદે માતરમ અેક્સપ્રેસ ટ્રેનના લોકાર્પણ ઉપરાંત 7800 કરોડથી વધુ રકમના વિકાસ કામોના ખાતમુહૂર્તના પૂર્વ અાયોજિત કાર્યક્રમો કરવાના હતા. પરંતુ, શુક્રવારે 3.30 વાગે તેમના માતાજી હિરાબેને અંતિમશ્વાસ લીધા હતા, જેથી કાર્યક્રમો રદ થાય અેવી શક્યતા હતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅે માતાને અગ્નિદાહ અાપ્યા બાદ તરત જ પૂર્વયોજિત કાર્યક્રમો યથાવત રાખી સંદેશ અાપ્યો હતો કે, કામો અટકવા ન જોઈઅે,ચાલુ રહેવા જોઈઅે.

બીજી તરફ કચ્છમાં ભુજ, માંડવી, મુન્દ્રા-બારોઈ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર નગરપાલિકામાંથી અેક માત્ર માંડવી નગરપાલિકાને અાખો દિવસ કામકાજ બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો, જેથી શહેરીજનોને ધર્મનો ધક્કો થયો હતો. જે અંગે ઈનચાર્જ મુખ્ય અધિકારી જીગર પટેલને સંપર્ક સાધતા તેમણે અજાણતા વ્યક્ત કરી હતી. અામ, નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ કરતા પદાધિકારીઅોઅે વહીવટી કામગીરીમાં પણ અમલવારી કરાવી નાખી હતી. તેય મુખ્ય અધિકારીની જાણ બહાર!

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.