Wednesday, December 28, 2022

ગોધરામાં માનસિક ત્રાસથી ત્રસ્ત પરિણીતા પહોંચી પોલીસના દ્વારે; પતિ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી | A married woman suffering from mental torture in Godhra reached the door of the police; A police complaint was filed against the in-laws along with the husband

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • A Married Woman Suffering From Mental Torture In Godhra Reached The Door Of The Police; A Police Complaint Was Filed Against The In laws Along With The Husband

પંચમહાલ (ગોધરા)10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેરના મેદા પ્લોટ મહેબૂબ મસ્જિદ પાસે રહેતી પરણીતાને તેના પતિ સહિત સાસરીયાઓએ અવારનવાર દહેજની માંગણી કરી શારીરિક માનશિક ત્રાસ આપ્યો હતો. હેરાન પરેશાન કરી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતા એ તેના પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મહિલા પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા મીઠીખાન મહોલ્લામાં રહેતી પરિણીતા પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન 1/11/2010માં ઈરફાન તૈયબ દૂર્વેશ જોડે થયા હતા. શરૂઆતના સમયમાં તેની જોડે સારું રાખતો હતો. પરંતુ છેલ્લા સાતેક વર્ષથી ઈરફાન તૈયબ દૂર્વેશ અપશબ્દો બોલી તું તારા બાપના ઘરેથી દહેજ ઓછું લાવી છે. મારે ત્રણ લાખ રૂપિયા જોઈએ છે કેમ કે ઘરનું રીનોવેશન તથા બીજો ધંધો શરૂ કરવા માટે જરૂર છે. તો તું તારા બાપના ઘરેથી ત્રણ લાખ લઈ આવ એમ કહી ગડદાપાટુનો માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જ્યારે તેમની સાસુ તાહેરા તૈયબ દૂર્વેશ, સસરા તૈયબ ઇસ્માઇલ દૂર્વેશ અને નણદ આસિયા તૈયબ દૂર્વેશ તમામ રહે મેદા પ્લોટ મહેબૂબ મસ્જિદ ગોધરાનાઓ મેણા ટોણા મારી કહેતા હતા કે, તને ઘરનું કામ કરતા આવડતું નથી. તારા પિતાના ઘરેથી કઈ શીખીને આવી નથી. તેમ કહીને હેરાન પરેશાન કરી અવારનવાર દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ ગોધરા મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસ એ ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…