Monday, December 19, 2022

મહેસાણાની ટીમ જૂનિયર ગર્લ્સ શુટિંગબોલમાં રાજ્યમાં બીજા ક્રમે | Mehsana's team ranked second in the state in Junior Girls Shootingball

મહેસાણા42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તાજેતરમાં તેલંગાણામાં ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું

જયવીર સ્પોર્ટ્સ ક્લબની બહેનોની ટીમ તેલંગાણામાં રમાયેલી જૂનિયર ગર્લ્સ રાષ્ટ્રીય શુટિંગબોલ ટૂર્નામેન્ટમાં ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું તે બદલ બહેનોઓનું જયવીર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાગ લેનાર બહેનો ચાંદીના સિક્કા અને બુકે આપી સન્માનિત કરાયું હતું.

આ સન્માન સમારંભ સાથે નાઈટ ટૂર્નામેન્ટનું પણ આયોજન કર્યું હતું.જેમાં બહેનોની આણંદ જિલ્લાની ટીમ અને મહેસાણા ની જયવીર સ્પોર્ટ્સ કલબની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં જયવીર સ્પોર્ટ્સ કલબની ટીમ વિજેતા બની હતી.

જયારે ભાઈઓ ટીમમાં બિલાડી બાગ ખાતે જયવીર સ્પોર્ટ્સ કલબ મહેસાણા, વડાસણ ગામ , સરદાર ગ્રુપ પરા તળાવ , વન્ડર ગ્રુપ મહેસાણા , સિવિલ હોસ્પિટલની ટીમ, સર્વોદય ગ્રુપ મહેસાણા , રાજમહેલ ગ્રુપ મહેસાણા અને બિલાડી બાગ વોલીબોલ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ ખૂબ રસાકસી ભરી રહી અને અંતે જયવીર સ્પોર્ટ્સ કલબનો વિજય થયો હતો.

ટૂર્નામેન્ટમાં લાયન્સ હોસ્પિટલ મહેસાણા સંચાલક ડો. રાકેશભાઈ પટવા , િનેશભાઈ શેઠ જીવદયા ટ્રસ્ટના અગ્રણી , ગુજરાત રાજ્ય શુટીંગબોલ એસો. પ્રમુખ મનુભાઈ કનોડિયા જયવીર સ્પોર્ટ્સ કલબ સહિતે બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: