Monday, December 19, 2022

અડાજણના હીરાદલાલે દેવું ચૂકતે કરી વેપારીના 95 લાખ ચાઉં કર્યા | Adajan's Hiradlal paid off the debt and made 95 lakhs from the merchant

સુરત33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 3 વેપારીઓના અઢી કરોડના હીરા અલ્પેશ શાહ લઈ ગયાની વાત

કતારગામ ગ્રીન પાર્કમાં રહેતા હીરાવેપારી અલ્પેશ પ્રેમજી અણઘણે મુંબઈથી આંગડિયામાં 6 વાર હીરા મોક્લ્યા હતા. કતારગામ બજરંગ કોમ્પલેક્ષમાં આંગડિયામાં અલ્પેશ ઉર્ફે મોદીએ તારીખોમાં 96 લાખના હીરા છોડાવી ગયા હતા. પછી હીરા બારોબાર વેચી રૂપિયા રોકડા કરી લીધા હતા. પછી તે રૂપિયા હીરાના વેપારીને આપવાને બદલે હીરાદલાલે દેવું ચુકવી દીધું હતું. પોલીસે અલ્પેશ ઉર્ફે મોદી બાબુલાલ શાહ(46)(રહે,સિધ્ધાર્થ વિલા, અડાજણ) સામે ગુનો નોંધ્યો છે.

વિદેશમાં નોકરીના નામે આધેડે રૂ. 1.37 લાખની રકમ ગુમાવી
સુરત | વિદેશમાં નોકરીના નામે લેભાગુ એજન્ટની વાતમાં આવી જહાંગીરપુરાના આધેડે 1.37 લાખની રકમ ગુમાવવી પડી છે. જહાંગીરપુરા સ્થાપત્ય બિલ્ડિંગમાં રહેતા 51 વર્ષીય જયકર જગદીશ વ્યાસે નોકરી માટે ઓનલાઇન વેબસાઇટ પર બાયોડેટા મુક્યો હતો. જેના આધારે પુણેના કશ્યપ પટેલે તેમનો સંપર્ક કર્યો હતો.

લેભાગુ એજન્ટ કશ્યપ પટેલે જયકર વ્યાસને વિદેશમાં નોકરીની લાલચ આપી અમદાવાદ ખાતે મેડિકલ કરાવ્યું હતું. પછી વિઝા અને ટિકિટના નામે ટ્રાન્જેક્શનો મળી 1.37 લાખની રકમ પડાવી હતી. વિદેશ ન મોકલતા આખરે જયકર વ્યાસે પોલીસમાં ફરિયાદ કરી હતી. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ લઈ આરોપી કશ્યપ રાજેન્દ્ર પટેલ(રહે,બ્રહ્રા મેજેસ્ટીક એનઆઈબીએમ રોડ, કોંધવા,પુણે,મૂળ રહે,ગાંધીનગર)ની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે…