Thursday, December 22, 2022

મોડાસાનું કોવિડ સેન્ટર ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યું; તમામ સાધન સામગ્રીથી લઈ ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાતું જોવા મળ્યું | Modasa's Covid Center found dusty; From all the equipment to the oxygen plant, dust was also found

અરવલ્લી (મોડાસા)3 મિનિટ પહેલા

હાલ કોરોનાની પાંચમી લહેર શરૂ માં છે ત્યારે આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું મોડાસા કોવિડ સેન્ટર ધૂળ ખાતું જોવા મળ્યું હાલ કોરોનાની પાંચમી લહેર શરૂ થઈ હોવાનું તંત્ર પણ કબૂલ કરે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત કોવિડ સેન્ટર બિસ્માર હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે.

હાલ કોરોનાની પાંચમી લહેર શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગને સતર્ક રહેવા સૂચના કરી છે. ત્યારે રાજ્ય આરોગ્ય તંત્ર પણ દરેક રીતે તંત્ર તૈયાર હોવાના દાવા કરે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોવિડ સેન્ટર ખાતે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં તંત્રના દાવા પોકળ સાબિત કરતા દૃશ્યો સામે આવ્યા. જેમાં કોવિડ સેન્ટર બિલકુલ ધૂળ ખાતું બિસ્માર હાલતમાં જોવા મળ્યું હતુ. ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ અને ચીંથરેહાલ પરિસ્થિતિમાં જોવા મળ્યો, કોવિડ સેન્ટરની અંદરના કન્સલ્ટિંગ રૂમથી લઈ આઇસીયું વિભાગ અને તમામ સેન્ટરમાં ગંદકી જોવા મળી હતી. આ તમામ હકીકત રિયાલિટી ચેકમાં સામે આવી છે.

રિયાલિટી ચેક કર્યા બાદ અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે પૂછતાં આરોગ્ય અધિકારીએ ઓક્સિજન પ્લાન્ટ, લેબોરેટરી, તથા દર્દી માટે બેડથી લઈ તમામ સુવિધાથી તંત્ર સજ્જ હોવાના દાવા કર્યા, પરંતુ વરવી વાસ્તવિક્તા કંઈક અલગ જ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: