આ પણ વાંચો: અમદાવાદ: હોસ્પિટલમાં માતા-પુત્રીની હત્યા મામલે ઘટસ્ફોટ, કમ્પાઉન્ડર જ હત્યારો નીકળ્યો
છોકરી અને તેની સાથે સંબંધ બાંધનારો બોયફ્રેન્ડની ધરપકડ
હકીકતમાં આ શરમજનક ઘટના શહડોલમાં કસ્તૂરબા ગાંધી બાલિકા હોસ્ટેલની છે. જ્યાં હોસ્ટેલમાં રહેતી એક છોકરી પોતાના પ્રેમીથી પ્રેગ્નેટ થઈ ગઈ હતી અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. પણ છાત્રાએ બદનામીના ડરથી નવજાતની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તપાસ શરુ થઈ તો, સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે 20 નવેમ્બરે હોસ્ટેલની પાછળ કચરાના ઢગલામાંથી લાશ મળી આવી. ત્યાર બાદ આરોપી છાત્રાની સાથે તેના બોયફ્રેન્ડની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હોસ્ટેલમાં જન્મી બાળકી, એક દિવસ છુપાવીને રાખી, બાથરુમમાં પછાડીને મારી નાખી
તપાસ કર્યા બાદ શહડોલના ડીએસપી રાઘવેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે, શરુઆતી તપાસમાં ખબર પડી છે કે, છાત્રાવાસમાં રહેતી આ વિદ્યાર્થી તેના બોયફ્રેન્ડ સાથે સેક્સ સંબંધ બાંધતી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધ થતાં તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. વિદ્યાર્થિનીએ આ વાત પરિવારથી છુપાવીને રાખી હતી. બાદમાં 18 નવેમ્બરે તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં આ નવજાતને જેમ તેમ કરીને છુપાવીને રાખ્યું. જેવો મોકો મળ્યો કે, તેણે તુરંત 19 નવેમ્બરે બાથરુમમાં લાગેલી શીટ પર નવજાત બાળકને પછાડીને હત્યા કરી નાખી હતી. બાદમાં આ નવજાતને પોલિથીનમાં પેક કરીને ફેંકી દીધું હતું.
આ પણ વાંચો: ઉર્ફી જાવેદને બળાત્કાર અને હત્યાની ધમકી આપનારની ધરપકડ, વોટ્સએપ કોલ પર અશ્લીલ મેસેજ કરતો
આ 4 સવાલથી આખો કેસનો ઉકેલ આવ્યો
પોલીસ અધિકારી રાઘવેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, સમગ્ર મામલો સંદિગ્ધ લાગી રહ્યો છે, કેમ કે સવાલ એ છે કે, છાત્રા પ્રેગ્નેટ હતી તો હોસ્ટેલ મેનેજમેન્ટને કેમ ન જાણ થઈ. બીજો સવાલ એ છે કે, તેની ડિલીવરી કોને અને ક્યારે કરી? ત્રીજો સવાલ ડિલવીર બાદ એક દિવસ સુધી છાત્રા હોસ્ટેલમાં રહી, આ વાત વોર્ડને કેમ ન ખબર પડી? ચોથો સવાલ એ છે કે, હોસ્ટેલ મેનેજમેન્ટની સાથે સાથે તેની સાથે રહેતી અન્ય છોકરીઓને આ વાતને કેમ ખબર ન પડી?
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, Madhya pradesh