Header Ads

અબ્રામાના નટવરભાઈ પટેલને ડાંગરની ફેર રોપણી પધ્ધતિમાં રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ અર્પણ | Natwarbhai Patel of Abrama awarded at national level in paddy rotation system

નવસારીએક મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હૈદરાબાદમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં શાલ- સર્ટી.થી સન્માનિત કરાયા

ભારત સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને ખેતીમાં ગુણવત્તાસભર અને પોષણયુકત અન્ન, ફળફળાદી તથા શાકભાજી પેદા કરવા માટે અનેક યોજના અમલમાં મૂકી છે. કુપોષણને નાથવા માટે વડાપ્રધાન મોદી દ્વારા ગત વર્ષે જુદા જુદા 15 થી વધુ પાકોમાં 37 જેટલી બાયોકોર્ટીફાઈડ જાતો દેશને અર્પલ કરી હતી જેના વાદ્વૈતર થકી પોષક્ત આહાર જનસમુદાયને ઉપલબ્ધ બને એ દિશામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. ઝેડ.પી.પટેલના માર્ગદર્શન હેઠળ ડાંગરમાં જી.એન.આર-4, જી.એન.આર.-9, જી.આર.-15 તથા નાગલીમાં ગીરા વગેરે પાકોમાં ગુજવત્તાસભર અને પોષણયુકત જાતો ખેડૂતો માટે ભલામણ કરવામાં આવી છે.

વધુમાં નામ. કૃષિ મહાવિદ્યાલયના સસ્ય વિજ્ઞાન વિભાગ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી, ભારત સરકાર, નવી દિલ્હીમાં ‘ઓછી ખર્ચાળ ખેત પધ્ધતિ દ્વારા ખેતી પાકોમાં ગુણવત્તાસભર ઉત્પાદન” માટેનો પ્રોજેકટ રજૂ કરવામાં આવેલ. જે મંજુર થતાં નવસારી જીલ્લામાં ડાંગર, ચણા, મકાઈ વગેરે પાકોમાં સૂક્ષ્મતત્વોથી બીજ માવજત તથા ઉભા પાકોમાં છંટકાવ કરીને પોષણયુક્ત ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા વિસ્તરણ શિક્ષણ નિયામકના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારીના વૈજ્ઞાનિક ડૉ.કે.એ.શાહની મદદથી 40થી વધુ ખેડૂતોના ખેતર ઉપર નિદર્શનોનું આયોજન હાપ ધરવામાં આવેલ હતું.

જેમાં અબ્રામાના ખેડૂત નટવરભાઈ પટેલને ડાંગરના પાકમાં ફેરરોપણી કરતાં પહેલા મૂળને માવજત આપીને જાપાનીઝ પધ્ધતિથી ફેરરોપણી કરવાથી નજીવા ખર્ચે સામાન્ય પધ્ધતિ કરતાં 16 ટકા વધુ ઉત્પાદન મળતાં હૈદરાબાદ ખાતે તા.12-15 ડિસેમ્બરે યોજાયેલ ”આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ” માં ડાંગર સંશોધન કેન્દ્રના સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.પચીકના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની સફળતા રજૂ કરાતાં ખેડૂત નટવરભાઈ પટેલને સર્ટીફિકેટ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા. જે બદલ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી જીલ્લા તથા સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ગૌરવની લાગણી અનુભવાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Powered by Blogger.