Header Ads

Navsari: ફરી જોવા મળી કમાભાઇ-કિર્તિદાનની જુગલબંધી, કોથળા ભરાઇ એટલા રૂપિયા ઉડ્યા!

Sagar Solanki, Navsari: ળયુગના જમાનામાં દાન શબ્દ ખુબ અલ્પ માત્રામાં વપરાતો શબ્દ છે પરંતુ નવસારી સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા દ્વારા સુપા ગામ ખાતે જ્ઞાનવત્સલ સ્વામી અને ડોક્ટર ભાવિન પટેલના હસ્તે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર હોસ્પિટલનું ગાંધી જયતિ દિને ખાતમહૂર્ત કરવામાં હતું ત્યારે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટના લાભાર્થે રંગ કસુંબલ ડાયરાનું સુપા ખાતે કરાયેલ આયોજનમાં લખો રૂપિયાના વરસાદ થયો હતો.

આં વાત નકારવા જેવી નથી કે કીર્તિદાન ગઢવીનો ડાયરો હોયો અને નોટોનો વરસાદ ન થાય, દેશ હોય કે વિદેશમાં પણ તેમના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થાય છે. આપને જણાવી દઈએ કે, આ હોસ્પિટલ માટે લોકોએ ડાયરામાં મન મુકીને દાન કર્યું હતું.

આંખના અંધાપાને દૂર કરવાના સેવા હેતુસર નવસારીના ગુરુકુળ સુપા ગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર સંસ્થા દ્વારા વિશાળ આંખ હોસ્પિટલનું નિર્માણ કાર્યરત છે. જેના લાભાર્થે આ સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય થી ભવ્ય રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરાયું જેમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના સુર વહેળાવી સમગ્ર વાતાવરણ રંગમય બનાવ્યું હતું. આ પ્રસંગે ઉર્વશી બેન રાદડિયા તથા સુખદેવભાઇ ધામેલીયા પોતાની રમઝટ બોલાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ડાયરામાં સુપાગામ સહિત આજુબાજુના ગ્રામજનો અને નવસારી પથકમાં લોક ડાયરા પ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેને માન આપી નવસારી સહિત દૂર દૂર ના ગામો થી લોકો અહી આવ્યા હતા.

સમગ્ર ડાયરામાં ડાયરાથી પણ વિશેષ જોવાની વસ્તુ તો એ હતી કે ભગવાનનું પાત્ર એવું કમાભાઈ ની હાજરી પણ આ ડાયરામાં જોવા મળી હતી જેણે સમગ્ર ડાયરામાં ચાર ચાંદ પૂર્યા જેવી સ્થિતિ કરી હતી. કહેવાય છે કે કમાભાઈ જ્યાં જાય ત્યાં ડાયરાની રોનક કંઈક અલગ જ હોય છે જેવી પરિસ્થિતિ નવસારીમાં પણ આ ડાયરામાં સર્જાઈ હતી. કિર્તીદાન ગઢવી નું રસીયો રૂપાળો રંગરેલીયો ના ગીત પર કમાભાઈ ધૂમ મચાવી હતી.

વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૈસા નો વરસાદ કરાયો હતો. અંદહિત 40 થી 50 લાખ જેટલી રકમ આં દાનમાં એકત્ર કરવામાં આવી હતી. ડાયરાણું પ્રસારણ વિદેશમાં બેસીને નિહાળતા લોકોએ પણ વિદેશમાં બેઠા બેઠા દાન વહેળાવ્યું. ચેરિટી માટે ચાલતી આ સંસ્થા અને જ્યારે આંખની મફત સારવાર આ સંસ્થા આપી રહી છે જેના લાભાર્થે આ સમગ્ર ડાયરાનું આયોજન કરાયું હતું.

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Kirtidan Gadhavi, Local 18, નવસારી

Powered by Blogger.