Wednesday, December 21, 2022

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાંથી માતા-પુત્રની લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે – News18 Gujarati

અમદાવાદઃ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી બે લાશ મળી આવી છે. મહત્ત્વનું છે કે, હોસ્પિટલમાં કેવી રીતે લાશ મળી તે તપાસનો વિષય છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

6 મહિનાથી પત્ની રિસામણે હતી

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આ ખાનગી હોસ્પિટલમાંથી લાશ મળી આવેલી છે. હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ભારતીની સારવાર અહીંયા ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક જે ભારતીના પતિ લક્ષ્મણના સગા પણ થાય છે તેના સંપર્ક થી અહીંયા સારવાર ચાલી રહી હતી. લક્ષ્મણના લગ્ન 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ભારતી 6 મહિનાથી રિસામણે જઈને પિયર શાહવાડીમાં રહેતી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટના વિશે વાત કરીએ તો, ડો. અર્પિત શાહની હોસ્પિટલમાં અન્ય 3 લોકો કામ કરે છે. આજે ડોક્ટર કામ પતાવીને નીકળી ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા તો જે જગ્યા ગેસનો બાટલો હતો તે જગ્યા ઉપર ભારતીની લાશ મળી આવી હતી. ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને પણ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.

માતા પુત્રી સારવાર માટે એલજી ગયા હતાઃ મૃતકના ભાઈ

ઉલ્લેખનીય છે કે, ભારતીના ભાઈનું કહેવું છે કે, તેમના માતા અને બહેન એલજી હોસ્પિટલ માટે સવારે નીકળ્યા હતા. પરંતુ અહીંયા કેવી રીતે આવી તે ખબર નથી પડી રહી. જો કે, હોસ્પિટલનો સ્ટાફ અને લક્ષ્મણના સગા એવા મનસુખ ઉપર પોલીસને શંકા છે. જેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે ડોક્ટર અર્પિત હોસ્પિટલથી નીકળ્યા અને ત્યાર પછીના 1 કલાક માટે સીસીટીવી પણ બંધ કરવામાં આવ્યા હતા.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vivek Chudasma

First published:

Related Posts: