Thursday, December 22, 2022

ગુજરાતની સ્કૂલોના વિદ્યાર્થીઓને ગુજરાતી ફિલ્મ બતાવવા અધિકારીઓનો આગ્રહ, સંચાલકો વિરોધમાં | Officials demand to show Gujarati film to students of schools in Gujarat, administrators protest

અમદાવાદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી ફિલ્મ દિવા સ્વપ્ન બતાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેને લઈને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા આ ફિલ્મ બતાવવા માટે સ્કૂલોને આગ્રહ કરવામાં આવી રહ્યો હોવાનો સંચાલક મંડળનો આક્ષેપ છે.સંચાલક મંડળે આ મામલે શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યો છે.

રાજ્ય શાળા સંચાલક મંડળ પત્ર લખીને શિક્ષણ મંત્રીને જણાવ્યું છે કે ગુજરાતી ફિલ્મ દિવા સ્વપ્ન બતાડવા આદેશ કરવામાં આવ્યો છે.આ આદેશને લઈને જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા આ ફિલ્મ બતાવવા માટે આગ્રહ કરવામાં આવે છે. નજીકના થિયેટરમાં લઈ જવા કે પ્રોજેક્ટર અથવા અન્ય સાધનોની સગવડ કરવી તથા આ ફિલ્મ માટે 100 રૂપિયાથી સુધીનો ખર્ચ પણ થઈ શકે છે.આવા સંજોગોમાં રાજ્યના પછાત અને છેવાળાના ગામના વિદ્યાર્થીઓ કે સંચાલકો આ ખર્ચ કરી શકે તેમ નથી જેથી આ બાબતે પુન વિચારણા થવી જોઈએ.

ભૂતકાળમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર બનેલ દસ્તાવેજી ફિલ્મ સરદાર ગ્રાન્ટેડ શાળામાં બતાવવા માટેનો પરિપત્ર કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા કરવામાં આવ્યો હતો.તેના લીધે પણ ઘણા વિવાદ થયા હતા જે શિક્ષણ સાથે સંકળાયેલા તમામ લોકોને જાણે છે. અગાઉના અનુભવ સારા નહોતા અને નિર્વિવાદિત પણ હતા. જેથી તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવે કે આ ફિલ્મ બતાવવા માટે આગ્રહ ન કરવો જો ફિલ્મ બતાવી ફરજિયાત હોય તો તે માટે ખાસ ગ્રાન્ટ પાડવી જોઈએ.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે આ ફિલ્મ બતાવવામાં અમને કોઈ જ વાંધો નથી પરંતુ જે સ્કૂલો ફિલ્મ બતાવવા માટે ખર્ચો કરી શકે તેમ નથી તે સ્કૂલોને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ગ્રાન્ટ આપી જોઈએ અથવા તો ફિલ્મ બતાવવા માટે કોઈપણ અધિકારીએ આગ્રહ ન કરવું જોઈએ.

અમદાવાદ ગ્રામ્ય DEO ભરત વાઢેર જણાવ્યું હતું કે ફિલ્મ બતાવવા માટે શિક્ષણ વિભાગ નો પરિપત્ર થયો છે પરંતુ અમે કોઈપણ સ્કૂલને ફરજિયાત ફિલ્મ બતાવવા માટે દબાણ કર્યું નથી જે સ્કૂલો સ્વેચ્છાએ ફિલ્મ બતાવવા ઈચ્છતી હોય તે સ્કૂલો બતાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: